ગાંધીનગરમાં થર્ટી ફર્સ્ટની લોકો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરે તે માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત હાથ ધરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા દારૂ પી ને નીકળનાર લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ગાંધીનગરમાં થર્ટી ફર્સ્ટ ને લઈને ગાંધીનગર પોલીસ એલર્ટ મોડમાં આવી છે. થર્ટી ફર્સ્ટને લઈને DGP તરફથી પણ ઝૂબેશ હાથ ધરવાની સૂચના મળી છે. થર્ટી ફર્સ્ટ ને લઈને ગાંધીનગર પોલીસ પણ ચેકીંગ હાથ ધરશે. ગાંધીનગર નાકા ઉપર મહત્વની ચેકીંગ હાથ ધરાશે. ડ્રિકિંગ ડ્રાઈવ અને પ્રોહીબિશન માટે ચેકીંગ કરવામાં આવશે. તમામ ઈમ્પોર્ટન્ટ સ્થળે 23 થી 31 ડિસેમ્બર સુધી ચર્કિંગ કરાશે. ગુનેગારો અને બુટલેગરની પોલીસ સતત ચેકીંગ કરી રહી છે.













