• અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોબાઇલ ચોરોની કરી ધરકપડ
  • ભીડ વાળી જગ્યાએ આરોપીઓ મોબાઈલની ચોરી કરતા
  • મોબાઈલ ફોન પાર્સલ કરી બાંગ્લાદેશ, નેપાળ મોકલતા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 58 ચોરી કરેલા મોબાઈલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે,મહત્વની વાત તો એ છે કે,આરોપીઓ આ ફોનને પાર્સલ કરી બાંગ્લાદેશ અને નેપાળ મોકલી દેતા.અન્ય કઈ કઈ જગ્યાએથી શુ ચોરી કરી છે,તેને લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથધરી છે.

ચોરી કરેલા ફોન

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આજે એક ડીટેકશન કર્યુ છે,એ ડીટેકશન એવુ છે,કે આરોપીઓ પાસેથી 58 ચોરેલા મોબાઈલ મળી આવ્યા છે,ભીડભાડ વાળી જગ્યાઓ પર જઈ મોંઘાદાટ ફોનની ચોરી કરતા હતા,મોબાઈલ ચોરી કઈ રીતે કરવી તેને લઈ ઝારખંડમા આરોપીઓએ તાલીમ પણ લીધી છે.

બનાસકાંઠામાં મોબાઈલ ચોર ઝડપાયા

ડીસા એરપોર્ટ ઈ લોકાર્પણ કાર્યક્રમમાં પંદરથી વધુ લોકોના મોબાઈલ ચોરાયા હતા,તો બીજી તરફ મહિલાનો મોબાઈલ ચોરી ભાગવા જતા બે આરોપીઓ ઝડપાયા છે,

ભીડનો લાભ ઉઠાવી મોબાઈલ ચોરી કરતા બે આરોપીઓ ઝડપાયા.

  • Follow us on: