અમદાવાદમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ એક પરિપત્ર જાહેર કરીને તમામ સ્કૂલોને અવગત કરી છે. ડમી વિદ્યાર્થીઓ મુદ્દે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. સ્કૂલોમાં વિદ્યાર્થીઓની 80 ટકા હાજરી ફરજિયાત કરાઈ છે. તે ઉપરાંત પાંચ કલાક શૈક્ષણિક કાર્ય પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ સ્કૂલોમાં સરપ્રાઈઝ ચેકિંગ કરશે. કોઈપણ સ્કૂલ ખાનગી ક્લાસ ચલાવી શકશે નહીં.


સ્કૂલોમા નિયમિત પણે ચકાસણી કરવામાં આવશે

જિલ્લા શિક્ષણ અધિકારીએ જાહેર કરેલા પરિપત્રમાં તમામ સ્કૂલોને જણાવ્યું છે કે, કોઈપણ સ્કૂલમાં વિદ્યાર્થિની અનિયમિતતા જણાશે તો માન્યતા રદ કરવામાં આવશે. સ્કૂલોમા નિયમિત પણે ચકાસણી કરવામાં આવશે. વિદ્યાર્થીઓ ગેરહાજર હોવા છતાં હાજરી પૂરાઈ રહી હોવાની ફરિયાદો ઉઠી હતી. 11-12 ના વિદ્યાર્થીઓ JEE, NEET પરીક્ષાની તૈયારીઓ માટે શાળાએ આવવાનું ટાળતા હોવાની પણ હતી ફરિયાદો મળી હતી. કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓ શાળાએ ના આવતા હોવા છતાં ચોપડે હાજરી પૂરતી હતી.

80% હાજરી ફરજિયાતનો પરિપત્ર જાહેર કરાયો

નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય એ પૂર્વે શાળાઓને તાકીદ કરવા 80% હાજરી ફરજિયાતનો પરિપત્ર જાહેર કરાયો છે. અમદાવાદ ગ્રામ્ય DEOની ટીમ શાળાઓમાં સરપ્રાઈઝ ચેકીંગ કરશે. જો શાળાઓમાં વિદ્યાર્થીની અનિયમિતતા જણાશે તો માન્યતા રદ્દ થશે. કોઇ પણ શાળા ખાનગી ક્લાસ ચલાવી શકશે નહીં. તમામ શાળાઓને અવગત કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કર્યો છે. શાળાઓમાં નિયમિત રીતે ચકાસણી કરવામા આવશે.


  • Follow us on: