ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર કાર્તિક પટેલની વધુ એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલમાં PMJAY  યોજના હેઠળ કાર્ડ બનાવનું કૌભાડ સામે આવ્યું હતું. PMJAY યોજનાના કાર્ડ બનાવવા માટે મુખ્ય ભૂમિકા કાર્તિ પટેલની હોવાનું ખુલ્યું છે. 


PMJAY કાર્ડ બનાવવા માટે મુખ્ય ભૂમિકા હતી કાર્તિ પટેલની

મળતી માહિતી મુજબ, અમદાવાદની બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ડિરેક્ટર કાર્તિક પટેલની ક્રાઈમ બ્રાન્ચે વધુ એક કેસમાં ધરપકડ કરી છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ડિરેક્ટર કાર્તિક પટેલનું PMJAY યોજના કાર્ડ બનાવનું કૌભાડ સામે આવ્યું હતું. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કરતા અનેક ખુલાસાઓ થયા છે. જેમાં PMJAY યોજના કાર્ડ બનાવવા માટે મુખ્ય ભૂમિકા કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતની સંડોવણી હોવાનો સૌથી મોટો ખુલાસો થયો છે. 

ક્રાઈમ બ્રાન્ચ કાર્તિક પટેલના રિમાન્ડ માગી શકે

તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો હતો. કોઈપણ વ્યક્તિનું પીએમજેએવાય કાર્ડ કાઢી આપવામાં આવતું હતું. પાત્રતા ન ધરાવતાં હોય તેવા લોકો પાસેથી 1500થી 2000 રૂપિયા લઈને કાર્ડ કાઢી આપવામાં આવતું હતું. આ કેસમાં અત્યાર સુધી 10 આરોપી ધરપકડ થઈ ચૂકી છે. જે બાદ હવે ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર કાર્તિક પટેલની વધુ એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ કાર્તિક પટેલના 14 દિવસના રિમાન્ડ માગી શકે છે. 

  • Follow us on: