અમદાવાદ શહેરની ઘાટલોડિયા પોલીસે ચેઈન સ્નેચિંગના ગુનામાં ઝડપેલો આરોપી મધ્ય પ્રદેશના પૂર્વ ધારાસભ્યનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. જેણે અમદાવાદ રહેતી પોતાની ગર્લફ્રેન્ડના મોજશોખ પુરા કરવા માટે આજથી પાંચેક દિવસ અગાઉ થલતેજમાં ચેઈન સ્નેચિંગના ગુનાને અંજામ આપ્યો હતો.
મળતી માહિતી મુજબ, પ્રેમિકાના મોજશોખ પુરા કરવા માટે યુવક બન્યો ચેઇન સ્નેચર. ઘાટલોડિયા મા મહિલાની ચેઇન સ્નેચીંગ કરનાર આરોપી મધ્ય પ્રદેશના પૂર્વ ધારાસભ્ય પુત્ર નીકળ્યો. પોલીસે ચેઇન સ્નેચર પ્રદ્યુમનસિંગ ચંદ્રાવત ની ધરપકડ કરી છે. કેમ આરોપી યુવક ચેઇન સ્નેચિગ ના રવાડે ચડ્યો જોઈએ આ અહેવાલમાં.
ઘાટલોડિયા પોલીસ ની ગીરફત માં રહેલ આરોપી પ્રદ્યુમનસિંગ ચંદ્રાવતની ચેઇન સ્નેચિંગ ગુનામાં ધરપકડ કરી છે.. આરોપી પ્રદ્યુમનસિંગે ઘાટલોડીયા માં ગત્ત 25 જાન્યુઆરી ના રોજ મહિલા ના ગળા માંથી અઢી તોલાના મંગળસુત્રની ચેઇન સ્નેચિંગ કરી ફરાર થઈ ગયો હતો. ઘાટલોડીયા પોલીસે સીસીટીવી ના આધારે તપાસ કરી આરોપી પ્રદ્યુમનસિંગ ચંદ્રાવતની થલતેજથી ધરપકડ કરી છે. આરોપી ચેઇન સ્નેચર પ્રદ્યુમનસિંગ ચંદ્રાવત અમદાવાદમાં રહી ને નોકરી કરે છે.. અને પ્રેમિકા ના મોજશોખ પુરા કરવા માટે રૂપિયાની જરૂર હોવાથી ચેઇન સ્નેચિંગના રવાડે ચડ્યો હોવાની કબુલાત કરી છે.
પકડાયેલ ચેઇન સ્નેચર પ્રદ્યુમનસિંગ ચંદ્રાવત મૂળ મધ્ય પ્રદેશનો વતની છે .. અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વીરેન્દ્રસિંગ ચંદ્રાવત નો પુત્ર છે.. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી પ્રદ્યુમનસિંહ ને અમદાવાદની એક યુવતી સાથે પ્રેમ સંબંધ થઈ જતા તે અમદાવાદ રહેવા આવી ગયો.. જે બાદ પોતાનુ ઘર છોડી થલતેજની એક પિજીમાં રહેવા લાગ્યો.. સાથે જ ખાનગી બેંકમાં નોકરી કરે છે.. આરોપી પ્રદ્યુમનસિંહ પ્રેમિકાના મોજશોખ કરવા પૈસાની જરૂર પડતાં તેણે ચેઇન સેન્ચિંગ કરવાનું પ્લાનીંગ કર્યું અને પેહલો ગુનો કરતા પોલીસે હાથ પકડાઈ ગયો છે.. હાલ આરોપી એ આવા બીજા કોઈ ગુના કર્યા છે કે કેમ તેને લઈ પોલીસે રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી.
જે પ્રેમિકા માટે પ્રદ્યુમનસિંગે પોતાનો પરિવાર. પિતા ને છોડ્યા.. તે જ પ્રેમિકાના મોજશોખ પુરા કરવા માટે તે હવે આરોપી પણ બન્યો છે.. એટલે કે એક પ્રેમિકાની પાછળ યુવકે પોતાની આઝાદી પણ ગુમાવી દીધી છે. ત્યારે ઝડપાયેલા આરોપીની ધરપકડ઼ બાદ શુ કાર્યવાહી થાય છે. અને ચેઈનસ્નેચિંગ પાછળ અન્ય કોઈ કારણ સામે આવે છે કે કેમ તે જોવુ મહત્વનું છે.