અમદાવાદની બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ PMJAY કૌભાંડ મામલે આજે ક્રાઇમ બ્રાન્ચે આરોપી કાર્તિક પટેલને મેટ્રો કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહત્ત્વનાં 8 મુદ્દે 14 દિવસનાં રિમાન્ડની માંગણી કરાઈ હતી. જો કે, કોર્ટે આરોપી કાર્તિક પટેલનાં 11 માર્ચ સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. નિમેશ ડોડિયા નામનાં આરોપી સાથે મળીને બનાવેલા PMJAY કાર્ડની માહિતી માટે રિમાન્ડની માંગણી કરાઈ હતી.
મળતી માહિતી મુજબ, અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ મામલે આજે આરોપી કાર્તિક પટેલને મેટ્રો કોર્ટમાં રજૂ કર્યો હતો. મુખ્ય 8 મુદ્દે 14 દિવસનાં રિમાન્ડની માગ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાઈ હતી. માહિતી અનુસાર, આરોપી નિમેશ ડોડિયા નામના સાથે મળીને બનાવેલા PMJAY કાર્ડની માહિતી માટે રિમાન્ડની માંગણી કરાઈ હતી. સાથે કોર્ટમાં ક્રાઇમ બ્રાન્ચે કહ્યું કે, કાર્તિક પટેલે અન્ય હોસ્પિટલમાંથી પણ કમિશનની લાલચ આપીને 50 થી વધુ વયનાં દર્દીઓને લાવવા માટે કયાં-કયાં ડૉક્ટર્સનાં સંપર્કમાં હતો એ બાબતે તપાસ જરૂરી છે. આરોપી કાર્તિક પટેલ દ્વારા વોટ્સએપ ગ્રૂપ અને ટેલિગ્રામ ગ્રૂપમાં PMJAY કાર્ડ બનાવવા મામલે સંડોવણી છે કે કેમ ? તે અંગે પણ પૂછપરછ જરૂરી છે.













