સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને તેના પરિણામ પણ આવી ગયા છે ત્યારે હવે રાજ્યની 68 નગરપાલિકા અને જુનાગઢ મહાનગરપાલિકાના મેયરની વરણ કરવા માટે ઘણો ખરો સમય લાગ્યો ત્યારે આજ રોજ ગુજરાતની 68 નગરપાલિકાને નવા પ્રમુખ મળ્યા છે.
ગાંધીનગર ખાતે મંગળવારે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાઈ હતી. જેમાં જૂનાગઢ મેયર અને 68 નગરપાલિકા પ્રમુખોની નિમણુક અંગે ચર્ચા કરવામાં આવ્યા બાદ આજે નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ મહા નગરપાલિકાના મેયર તરીકે ધર્મેશ પોસિયાની નિમણૂંક કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારાની પસંદગી કરવામાં આવી તો બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પલ્લવી ઠાકરનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતની 68 નગરપાલિકાને મળ્યા નવા પ્રમુખ, વાંચો સંપૂર્ણ લિસ્ટ...
બોટાદ નગર પાલિકા
- પ્રમુખ: ધર્મિષ્ઠાબહેન જોટાણીયા
- ઉપપ્રમુખ: નિરુબહેન ત્રાસડીયા
- કારોબારી ચેરમેન : જયશ્રીબહેન
મહિસાગર જિલ્લાની 3 નગરપાલિકાના પ્રમુખ જાહેર
લુણાવાડા નગરપાલિકા
- પ્રમુખ: ડૉ. કીર્તિ પટેલ
બાલાસિનોર નગરપાલિકા
- પ્રમુખ: ગાયત્રીબહેન ત્રિવેદી
સંતરામપુર નગરપાલિકા
- પ્રમુખ: નિશાબહેન મોદી
બીલીમોરા નગરપાલિકા
- પ્રમુખ: મનીષ પટેલ
કોડીનાર નગરપાલિકા
- પ્રમુખ: આબીદાબહેન નકવી
- ઉપપ્રમુખ:શીવાભાઈ હમીરભાઈ સોલંકી
- કારોબારી ચેરમેન: વિવેક મેર
ચોરવાડ નગરપાલિકા
- પ્રમુખ: બહેનાબહેન ચુડાસમા
માંગરોળ નગરપાલિકા
- પ્રમુખ: ક્રિષ્ણાબહેન થાપલિયા
માણાવદર નગરપાલિકા
- પ્રમુખ: જીતુ પનારા
બાટવા નગરપાલિકા
- પ્રમુખ: સુનીલ જેઠવાણી
વિસાવદર નગરપાલિકા
- પ્રમુખ: રક્ષાબહેન મહેતા
વંથલી નગરપાલિકા
- પ્રમુખ: રાકેશ ત્રાંબડિયા
ધોરાજી નગરપાલિકા
- પ્રમુખ: સંગીતાબેન બારોટ
ભચાઉ નગરપાલિકા
- પ્રમુખ: પેથા રાઠોડ
થાન નગરપાલિકા
- પ્રમુખ: પ્રદ્યુમનસિંહ રાણા
વલસાડની પારડી નપામાં પ્રમુખ બન્યા ચેતનભાઇ નાયકા
- ઉપપ્રમુખ તરીકે ફાલ્ગુનીબેન ભટ્ટની વરણી
- કારોબારી ચેરમેન તરીકે ચેતનભાઇ પટેલની વરણી
તાપીની સોનગઢ નપાના પ્રમુખ બન્યા સારીકા પાટીલ
- ઉપપ્રમુખ તરીકે પ્રકાશ ગામીતની વરણી
- કારોબારી ચેરમેન તરીકે હેતલભાઇ મહેતાની વરણી
જાગૃતિ રાઠોડ બન્યા ભાવનગરની સિહોર નપાના પ્રમુખ
- ઉપપ્રમુખ તરીકે હંસાબેન પરમારની નિમણૂક
- કારોબારી ચેરમેન તરીકે અલ્પેશ ત્રિવેદીની વરણી
- લેટર કાંડ બાદ અનેક ચર્ચાઓ જાગી હતી
- સવા બે વર્ષ બાદ મળ્યા બક્ષીપંચ મહિલા પ્રમુખ
છોટાઉદેપુર નપામાં ભાજપના મહિલા પ્રમુખ બિનહરીફ
- મંજુલાબેન કોળીની પ્રમુખ તરીકે વરણી
- ઉપપ્રમુખ તરીકે પરવેઝ મકારાણીના નામની જાહેરાત
પાટણ જિલ્લાની 3 નગરપાલિકામાં વરણી
- પ્રમુખ પદ અને ઉપ પ્રમુખ પદે વરણી કરાઇ
- હારીજ,ચાણસ્મા,રાધનપુર ન.પા.માં વરણી
- હારીજ ન.પા.માં પ્રમુખ તરીકે ધરતીબેન સચદે
- કિંજલબેન મહેતાને બનાવાયા ઉપ પ્રમુખ
આણંદની આંકલાવ નપામાં ભાજપના હાથમાં સત્તા
- ઉન્નતિ પટેલની નપા પ્રમુખ તરીકે વરણી
- ઉપપ્રમુખ તરીકે અમિતકુમાર પઢીયારની વરણી
સાબરકાંઠાની ખેડબ્રહ્મા નગરપાલિકામાં વરણી
- પ્રમુખ તરીકે પ્રિયંકાબેન ખરાડીની વરણી
- ઉપપ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ ચૌહાણની વરણી
નવસારીની બીલીમોરા ન.પા.માં વરણી
- પ્રથમ ટર્મ માટે પ્રમુખ ઉપપ્રમુખની વરણી
- પ્રમુખ તરીકે મનીષ પટેલ બિનહરીફ વરણી
- ઉપપ્રમુખ તરીકે તેજલ જોશી બિનહરીફ ચૂંટાયા
ગારીયાધાર નપા પ્રમુખ તરીકે મીનાબેન બારૈયાની વરણી
- ઉપપ્રમુખ તરીકે પ્રફુલ્લભાઈ કાત્રોડિયાની વરણી
કરજણ નપામાં પ્રમુખ બન્યા ઇલાબા અટાલિયા
- ઉપપ્રમુખ તરીકે જયેશ પટેલની વરણી
- કારોબારી ચેરમેન તરીકે ઉપેન્દ્ર શાહની વરણી
દ્વારકા ન.પામાં વરણી
- પ્રમુખ બન્યા કોમલબેન ડાભી
- ઉપપ્રમુખ પદે વિજયભા માણેકની વરણી
અમરેલી જિલ્લાની 4 નપામાં પ્રમુખ, ઉપપ્રમુખની વરણી
- રાજુલા નપા પ્રમુખ તરીકે જ્યોતિબેન દવેની નિમણૂક
- ઉપપ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ વાઘની વરણી
- જાફરાબાદ નપા પ્રમુખ બન્યા રવિનાબેન બારૈયા
- ઉપપ્રમુખ તરીકે નિરવભાઈ ઠાકરની નિમણૂક
- ચલાલા નપા પ્રમુખ તરીકે નયનાબેન વાળાની વરણી
- પ્રવીણભાઈ માલવીયા બન્યા ચલાલા નપાના ઉપપ્રમુખ
- લાઠી નપાના પ્રમુખ બન્યા દયાબેન જમોડ
- ઉપપ્રમુખ તરીકે બાબુભાઇ ધોળકિયાની વરણી
ખેડાની ચકલાસી નપાના પ્રમુખ, ઉપપ્રમુખની વરણી
- ચકલાસી નપાના પ્રમુખ બન્યા ધર્મેશભાઈ ઝાલા
- ઉપપ્રમુખ પ્રમુખ તરીકે અમિતકુમાર પટેલની વરણી
- કારોબારી ચેરમેન તરીકે જીગર વાઘેલાની વરણી
સલાયામાં નપામાં કોંગ્રેસના જુલેખાબેન ભાયા બન્યા પ્રમુખ
- ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના સાલેમામદ ભગાડની વરણી
- સલાયા નપામાં બીજીવાર કોંગ્રેસનું શાસન
- નપામાં કોંગ્રેસના 15, AAPના 12 સભ્યો
જસદણ નપાના પ્રમુખ બન્યા જીગ્નેશ છાયાણી
- ઉપપ્રમુખ પદે હિતેશ થડેશ્વરની વરણી
- કારોબારી ચેરમેન તરીકે કાજલબેન ધોડકિયાની વરણી
દ્વારકાની ભાણવડ નગરપાલિકામાં વરણી
- પ્રમુખ તરીકે પ્રિયેશ અનડકટની વરણી
- ઉપ પ્રમુખ પદે જિજ્ઞાબેન જોશીની વરણી
- કારોબારી ચેરમેન તરીકે ચેતન રાઠોડની વરણી
આણંદની ઓડ નપાના પ્રમુખ બન્યા સંજય પટેલ
- ઉપપ્રમુખ તરીકે કેતન રાઉલજીની વરણી
- ઓડ નપામાં તમામ 26 બેઠક ભાજપના ફાળે
કુતિયાણાના નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી
- સપા ઉમેદવાર શાંતિબેન ઓડેદરા બન્યા પ્રમુખ
- ઉપપ્રમુખ તરીકે કાનાભાઈ જાડેજાની વરણી
- કુતિયાણામાં સપા પાસે 14, ભાજપ પાસે 10 બેઠક
ખેડા જિલ્લાની 5 નગરપાલિકામાં હોદ્દેદારોની વરણી
- ખેડા નગરપાલિકાના પ્રમુખ તરીકે જ્યોત્સા પટેલની વરણી
- ઉપપ્રમુખ તરીકે અક્ષય ભાવસારની વરણી
- ડાકોર નગરપાલિકા પ્રમુખ તરીકે વિપુલ શાહ
- ઉપપ્રમુખ તરીકે તેજેન્દ્ર હાડાની વરણી કરાઇ
- મહેમદાવાદ નગરપાલિકા માં ભાજપ ની સત્તા
- પ્રમુખ તરીકે પ્રશાંત પટેલની વરણી
- ઉપપ્રમુખ તરીકે વર્ષાબેન વાઘેલા ની નિમણૂક
- કારોબારી ચેરમેન તરીકે રાકેશ સોઢા ની નિમણૂક
- મહુધા નગરપાલિકામાં ભાજપ ની સત્તા.
- પ્રમુખ રૂપેશ રાઠોડ ઉર્ફે મોંટુની વરણી
- ઉપપ્રમુખ તરીકે મહંમદ અસફાક મલેકની નિમણૂક.
- કારોબારી ચેરમેન તરીકે રેવાબેન સોઢા પરમારની નિમણૂક
લાઠી નપામાં ભાજપના હોદ્દેદારોની વરણી
- દયાબેન જમોડ પ્રમુખ, બાબુભાઇ ધોળકિયા ઉપ્રપમુખ
- કારોબારી ચેરમેન પદે પારુલબેન ડેરની વરણી
રાજકોટની ઉપલેટા નપામાં ભાજપનું શાસન
- નપા પ્રમુખ તરીકે વર્ષાબેન ગજેરાની વરણી
- ઉપપ્રમુખ તરીકે જીજ્ઞાબેન વ્યાસની વરણી
- કારોબારી ચેરમેન બન્યા મિતલબેન સુવા
વાંકાનેર નપામાં ભાજપના હોદ્દેદારો નિમાયા
- નગરપાલિકાના પ્રમુખ બન્યા ડિમ્પલ સોલંકી
- ઉપપ્રમુખ તરીકે હર્ષિત સોમાણીની વરણી
સાણંદ નપામાં ભાજપ હોદ્દેદારોની વરણી
- નપાના પ્રમુખ પદે ધ્રુમીન દોષીની વરણી
- ઉપપ્રમુખ પદે માલતીબેન પટેલની વરણી
- કારોબારી ચેરમેન પદે વનરાજસિંહ વાઘેલાની વરણી
- પક્ષના નેતા બન્યા વિપુલ રાણા
- દંડક પદે અમિત ચુનારાની વરણી
ખેરાલુ નપામાં ભાજપ હોદ્દેદારોની નિમણૂક
- પ્રમુખ તરીકે મોહિનીબેન પંડ્યાની વરણી
- ગીતાબેન પટેલ બન્યા ઉપપ્રમુખ
- કારોબારી ચેરમેન બન્યા રાજેન્દ્રકુમાર સથવારા













