આવતીકાલે એટલે કે 6 માર્ચ 2025એ ગુરૂવારે ભારતીય જનતા પાર્ટી મોટી જાહેરાત કરશે. આવતીકાલે ગુરૂવારે ભાજપ જિલ્લા પ્રમુખોના નામ જાહેર કરશે. રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરના પ્રમુખોના નામને સહમતી મળી ચૂકી છે અને હોળાષ્ટક પહેલા જ આવતીકાલે તમામ જિલ્લા પ્રમુખોના નામ જાહેર કરવામાં આવશે. જો કે હોળી પછી પ્રદેશ પ્રમુખનું નામ પણ જાહેર થશે તેવી શક્યતાઓ છે.


અગાઉ તાલુકા અને શહેર પ્રમુખોની કરાઈ હતી જાહેરાત

ભાજપ સંગઠનમાં અગાઉ તાલુકા અને શહેર પ્રમુખોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. સૌ પ્રથમ સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં મંડળ પ્રમુખની જાહેરાત કરાઈ હતી. BJPના નવા સંગઠન માટે નિયુક્તિઓની શરૂઆત ડિસેમ્બર મહિનાથી જ થઈ ચૂકી છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા મંડલ અને મંડલ પ્રમુખોની યાદી જાહેર કરવામાં આવી હતી. BJP દ્વારા જિલ્લાઓમાં મંડલ અને સમંડલ પ્રમુખોની યાદી જાહેર કરી માહિતી અપાઈ હતી.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કરાઈ હતી જાહેરાત

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી અને ગુજરાત પ્રદેશ ભાજપના નવા સંગઠનની નિયુક્તિઓની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાત ભાજપ દ્વારા વિવિધ જિલ્લાઓમાં મંડલ અને સમંડલ પ્રમુખોની યાદી જાહેર કરવામાં આવી હતી. પાર્ટીએ બનાસકાંઠા, મહેસાણા, જૂનાગઢ અને સાબરકાંઠા જિલ્લાના મંડલ પ્રમુખોની યાદી જાહેર કરી હતી.

  • Follow us on: