અમદાવાદમાં ચંડોળા તળાવમાં બાંગ્લોદેશીઓના વસવાટને લઈને ધારાસભ્ય શૈલેષ પરમારનું નિવેદન સામે આવ્યુ છે. ધારાસભ્યનું કહેવું છે કે ચંડોળામાં બાંગ્લાદેશીઓ જ રહે છે તેવો અપપ્રચાર કરવામાં આવી રહ્યો છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે ચંડોળા તળાવમાં 50 વર્ષ કરતા અગાઉથી ફક્ત એક ધર્મ નહિ પરંતુ અન્ય ધર્મના લોકો પણ વસવાટ કરે છે. આ વિસ્તારમાં હિન્દુ સમુદાય અને મુસ્લિમ સમુદાય બંને ધર્મના લોકો વસવાટ કરે છે ત્યાં મંદિર પણ છે અને મસ્જિદ પણ છે.
ચંડોળામાં અપ્રચાર શરૂ થયો
ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું કે એક અપપ્રચાર શરુ થયો છે કે ચંડોળામાં બાંગ્લાદેશીઓ રહે છે. જમ્મુકાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ દેશભરમાં ઘૂસણખોરોને ખદેડવાની કવાયત હાથ ધરાઈ હતી. જેમાં અમદાવાદના ચંડોળા વિસ્તારમાંથી 800થી વધારે લોકો ને પકડવામાં આવ્યા હતા. જેમાંથી 90 લોકો જેની પાસે દસ્તાવેજ નહોતા અને રાજ્યમાં 180 જેટલા લોકો છે જે ગેરકાયદે રહે છે તેવું સામે આવ્યું હતું. આ ઉપરાંત ત્યાં બાકીના તમામ ધર્મનાં લોકો કાયદેસર રીતે રહે છે જેઓ ભારતીય છે.
દસ્તાવેજની કરાઈ ચકાસણી
ચંડોળા ડિમોલિશનમાં જે બાંગ્લાદેશી રહેતા હતા એ ભાડાના મકાનમાં રહેતા હતા. બીજા જે ભારતીય રહેતા હતા તેઓ પણ ગેરકાયદે રહેતા હતા. આ તમામ લોકોના દસ્તાવેજની ચકાસણી કરવામાં આવી હતી. અને જેમના પુરાવા પ્રમાણભૂત હતા તેમાંના 90 ટકા લોકોને છોડી દેવામાં આવ્યા છે. આ બલ્ડોઝાર કેમ ફેરવ્યું ગેરકાયદે હતું એટલે ફેરવવામાં આવ્યું.. જો કે બુલડોઝર ફેરવતા પહેલા નોટીશ આપવામાં આવે કારણ કે તેમને માલસામાન ફેરવવાનો સમય રહે.
મનપાની પોલિસી મુજબ આપો મકાન
અમારી માંગ એટલી જ છે કે 50 વર્ષથી જે ભારતીય ત્યાં રહે છે અને 2010ની મનપાની પોલિસી છે તે મુજબ જેમના મકાન તોડવામાં આવ્યા છે મનપાએ એ તમામને મકાન આપવા જોઈએ. બીજેપી ચંડોળા તળાવના વિકાસની વાત કરે છે હું ત્યાં નો ધારાસભ્ય છું અને ગૃહમાં પણ મે આ મામલે વાત કરી છે. લાઈટ અને પાણીનાં કનકેશન કાપી નાખ્યાં એ તત્કાલ પાછા આપવા જોઈએ. મનપા મીડિયા ને ગેરમાર્ગે દોરે છે હું ગૃહ માં બોલ્યો હતો કે સરવે કરવામાં આવે અને 2010 પહેલાનાં જેની પાસે પુરાવા હોય તેને મકાન આપી બાદમાં વિકાસ થવો જોઈએ. 2009 માં સરવે કરવામાં આવ્યો હતો મનપા દ્વારા સરવે કરી દિધો હોવા છતાં મકાન નથી આપ્યા.
અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું
મનપા મકાન નહિ આપે તો મનપાના અધિકારી સામે અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું. આ મુદ્દો બાંગ્લાદેશીઓ માટે છે.. હાલ માં કોઈ ચૂંટણી પ્રક્રિયા ચાલતી નથી બીજેપીએ બુલડોઝર ફેરવ્યા અને ચૂંટણી પંચ જાગી ગયું. ચૂંટણી પંચ જાગ્યું અને પત્ર લખ્યો કે ચંડોળા તળાવ માં શું સ્થિતિ છે તે પૂછે છે .. તો ત્યાં કેટલા મતદારો છે કોણ મતદારો છે તે જાણવા માંગે છે ? 2010ની પોલિસી મુજબ ત્યાંનાં લોકો ને મકાન મળવા જોઈએ.