અમદાવાદના નિકોલ વિસ્તારમાં પીસીબીએ દરોડા પાડીને કન્ટેનરમાંથી રૂપિયા 43 લાખ કરતા વધુનો અંગ્રેજી દારૂ ઝડપી પાડયો છે,નિકોલની પોલીસ ઉંઘતી રહી અને અમદાવાદની પીસીબીએ દરોડા પાડયા બાદ નિકોલ પોલીસની ઉંઘ ઉડી હતી,દાસ્તાન સર્કલ પાસે કન્ટેનરમાંથી આ દારૂ ઝડપાયો હોવાની વાત સામે આવી છે.
શું નિકોલ પોલીસ આ વાતથી અજાણ હતી ?
ગુજરાતમાં દારૂ કયાંથી અને કેવી રીતે આવે છે તે સૌ કોઈ જાણે છે,ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારનું પોલીસ સ્ટેશન એટલે નિકોલ પોલીસ સ્ટેશન અને આ વિસ્તારમાં પણ કયાંક દારૂનું વેચાણ થતુ હશે તેવું લાગી રહ્યું છે,કેમકે આટલી મોટી માત્રામાં દારૂ ઝડપાય એ કોઈ સામાન્ય વાત ના કહી શકાય પરંતુ કોણે આ દારૂ મંગાવ્યો હશે તે તો તપાસનો વિષય છે,પીસીબીએ દારુ સાથે અણદારામ જાટ નામના ડ્રાઈવરની ધરપકડ કરી છે અને નિકોલ પોલીસને તપાસ માટે સોંપ્યો છે.નિકોલ પીઆઈ જે બુટલેગરો આટલી મોટી માત્રામાં દારૂ મંગાવતા હોય તો તેમને છાવરવાને બદલે તેમની સામે ઉદાહરણરૂપ કાર્યવાહી કરો તે જરૂરી બન્યું છે.નિકોલ પીઆઈની સાર સંભાળ રાખનાર અને ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલને પણ નથી ખબર કે નિકોલની હદમાં દારૂ આવ્યો છે ?
જાણો શું પકડયું અમદાવાદ પીસીબીએ
01-ભારતીય બનાવટની વિદેશી દારુની ૫૯૭ પેટીઓમાં ભરેલ વિદેશી દારુની નાની મોટી શીલબંધ બોટલો નંગ ૧૮,૩૦૦ કિ.રુ. ૪૩,૮૩,૧૩૨/-
02-કન્ટેનર ગાડી નંબર H.R.38 T 2351 કિ.રુ.૩૦,૦૦,૦૦૦/-
03-રોકડા રુપિયા ૨૨૦/-
04-મોબાઇલ ફોન નંગ ૩ કિ.રુ.૩૦,૦૦૦/-
05-બીલ્ટી નંગ ૧ : કિ.રુ.૦૦/- મળી કુલ્લે કિ.રુ.૭૪,૧૩,૩૫૨/- ની મત્તાનો મુદામાલ
ઝડપાયેલ આરોપી
અણદારામ સ/ઓ મંગળારામ હરદાનરામ જાટ ઉ.વ.૨૭ ધંધો ડ્રાઇવીંગ રહે. આદર્શ દિપારામ મુઢણ નગર ગામ ખરેન્ટીયા તા.સિણધરી જી.બાલોત્તરા રાજસ્થાન
ફરાર આરોપીઓ
01-વિદેશી દારુનો જથ્થો મોકલનાર રણદીપ રહે.ઉદેપુર રાજસ્થાન
02-વિદેશીદારુનો જથ્થો મગાવનાર
03-તપાસમાં નીકળે તે તમામ