- મેટ્રો કોર્ટે 5 આરોપીના જામીન ફગાવ્યા
- જાહેરમાં પથ્થરમારો કરવો એ અપરાધ છે: કોર્ટ
- નવ કાયદા મુજબ નોંધાયો છે 5 આરોપી સામે ગુનો
અમદાવાદમાં કોંગ્રેસના કાર્યાલય પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થવા મામલે હાલમાં કોંગ્રેસના 5 કાર્યકર્તાઓ જેલમાં બંધ છે. ત્યારે મેટ્રો કોર્ટે આજે 5 આરોપીઓના જામીન ફગાવ્યા છે અને હાલમાં કાર્યકર્તાઓને કોઈ રાહત અપાઈ નથી. તમને જણાવી દઈએ કે નવા કાયદા મુજબ 5 આરોપી સામે ગુનો નોંધાયો છે અને હાલમાં તેમને જેલમાં રહેવું પડશે. મેટ્રો કોર્ટે કહ્યું કે જાહેરમાં પથ્થરમારો કરવો એ અપરાધ છે અને જાહેરમાં કાયદો હાથમાં લેવો તે યોગ્ય નથી. આ સાથે જ કોર્ટે પાંચેય આરોપીઓના જામીન ફગાવ્યા હતા.
શું હતો સમગ્ર મામલો?
ભાજપના કાર્યકરો પાલડી ચાર રસ્તા ઓળંગી કોંગ્રેસ કાર્યાલયે તરફ આવી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના કાર્યકરો ઉશ્કેરાઇને સૂત્રોચ્ચાર સાથે પથ્થરમારો અને હાથમાં રહેલી લાકડીઓ ભાજપના કાર્યકરો પર છૂટી ફેંકી હતી, જેથી ભાજપના કાર્યકરો પણ નીચે પડેલા પથ્થર છૂટા ફેંકવા લાગ્યા હતા. આ દરમિયાન વચ્ચે ઊભેલા પોલીસ પર પણ પથ્થર પાડવા લાગ્યા હતા. કેટલાક પોલીસકર્મીઓ બચવા ગાડીની આસપાસ છુપાઈ ગયા હતા, તો કેટલાક બંને પક્ષે લોકોને રોકી રહ્યા હતા. આ દરમિયાન એક કોન્સ્ટેબલને માથામાં પથ્થર વાગતા ઢળી પડ્યો હતો. જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
રાહુલ ગાંધીએ એકસ પર કરી હતી પોસ્ટ
આ મામલે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ પર આ હિંસાની ટીકા કરી ફરીવાર ભાજપ નિશાન સાધ્યું હતુ,અને કહ્યું કે,હિંસા અને નફરત ફેલાવનારા ભાજપના લોકો હિંદુ ધર્મના મૂળ સિદ્ધાંતોને સમજતા નથી,ગુજરાતની જનતા તેમના જુઠ્ઠાણાથી સ્પષ્ટપણે જોવે છે,ભાજપ સરકારને ગુજરાતની પ્રજા નિર્ણાયક પાઠ ભણાવશે,હું ફરી કહું છું - ગુજરાતમાં INDIA જીતવા જઈ રહ્યું છે.