અમદાવાદ-મહેસાણા હાઈવે પર અકસ્માતની ઘટનાના સમાચાર સામે આવ્યા છે. મહેસાણા હાઈવે પર સર્જાયેલ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજયું. કલોલ ગુરુકુળ પાસે કાર અને બાઈક વચ્ચે અથડામણ થતા અકસ્માત બનવા પામ્યો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત અને બે યુવાનોને ગંભીર ઇજા પંહોચી. પોલીસે ઘટનાસ્થળ પર પંહોચી વધુ તપાસ હાથ ધરી. પોલીસ મૃતકના પરિવારને બનાવની જાણ કરતા પરિવારમાં શોકનો માહોલ છવાયો.


કાર અને બાઈક વચ્ચે ટક્કર

પ્રાપ્ત વિગત મુજબ રવિવારે મોડી રાત્રે અમદાવાદ મહેસાણા હાઈવે પર ગંભીર અકસ્માતની ઘટના બનવા પામી. રવિવારે ગુજરાતના હાઈવે પર વાહનોનો ભારે ધસારો રહેતો હોય છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ગત રવિવાર 16 માર્ચના રોજ અમદાવાદ મહેસાણા હાઈવે પર કાર અને બાઈક વચ્ચે જોરદાર અથડામણ થઈ. અકસ્માતમાં કારને ગંભીર નુકસાન થયું અને બાઈકનો પણ ખુડદો બોલાઈ ગયો. અકસ્માત એટલો ભયંકર હતો કે એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ મોત નિપજયું. કલોલ ગુરુકુળ પાસે મોડી રાત્રે અકસ્માતને પગલે સ્થાનિકો ભેગા થઈ ગયા અને પોલીસને બનાવની જાણ કરી. 

ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડયા

પોલીસ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળ પર પંહોચી ગઈ. પોલીસે અકસ્માતના બનાવમાં મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. જ્યારે ઘટનામાં ઘાયલ બે યુવાનોને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અકસ્માતને લઈને એક સ્થાનિકે માહિતી આપી કે પૂરપાટ વેગે સ્વીફટ કારે બાઈકને ટક્કર મારી. અને સ્વીફ્ટ કારની સ્પીડ એટલી બધી હતી કે તે ડીવાડી પર ધસી ગઈ. મોડી રાત હોવાથી સંભવત સ્વીફ્ટ કાર ચાલક સામે આવતા બાઈક સવારને જોઈના શક્યો અને કાર અને બાઈકની અથડામણ થઈ.

પોલીસે હાથ ધરી તપાસ

કયા કારણસોર અકસ્માત થયો તેને લઈને પોલીસ કાર અને બાઈકની સ્પીડની નોંધ કરશે તેમજ હાઈવે પરના સીસીટીવી પણ ચેક કરશે. અમદાવાદ મહેસાણા હાઈવે હવે વધુ વ્યસ્ત બન્યો છે. ગત સપ્તાહે હોળી-ધુળેટીના તહેવાર સાથે શનિ-રવિની રજા પણ હોવાથી હાઈવે પર વધુ વાહનો જોવા મળ્યા. રવિવારે મોડી રાત્રે કલોલ ગુરુકુળ પાસે સર્જાયેલ અકસ્માત મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


  • Follow us on: