અમદાવાદમાં સમ્રાટ નમકીનના માલિક સાથે કરોડોની છેતરપિંડી થતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પૈસા પરત ન આપતા ધંધાના નામે 4.50 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. 


સમ્રાટ નમકીનના માલિક સાથે 4.50 કરોડની છેતરપિંડી મામલે રત્ના વાસવાણી, દિપક વાસવાણી અને આનંદ વાસવાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ધંધાના વિકાસ માટે વર્ષ 2010 થઈ 2016 સુધીમાં 4. 50 કરોડ પડાવી લીધા હતા. જય શંકર વૈદ્ય નામના વેપારી સાથે ઠગાઈની ફરિયાદ નોધાઈ છે. શાહપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ધંધાના વિકાસ માટે વર્ષ 2010થી 2016 સુધીમાં 4. 50 કરોડ પડાવી લીધા. જેથી જયશંકર વૈધે રત્ના વાસવાણી,દિપક વાસવાણી, આનંદ વાસવાણી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેથી શાહપુર પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

અગાપ પણ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી

અગાઉ ઉમરગામમાં 36 ફ્લેટ અને 22 દુકાનોમાં રોકાણ કરાવીને સમ્રાટ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સાથે રૂપિયા 5.20 કરોડની છેતરપિંડી આચરવામાં આવતા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી અનુસાર, સમ્રાટ કંપનીના એમડી જય શંકરભાઈ વૈધ (ઉં.વ 62, રહે.નરોડા)ને બી નાનજી ગ્રુપના ભીખુભાઈ પડસાલાના દીકરા સંદિપ પડસાલાએ મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પર વેવજી ગામમાં ઈન્ડિયા કોલોની નામથી રસિડેન્સ અને કોમર્શિયલ સ્કીમમાં 36 ફ્લેટ અને 22 દુકાનો પેટે 5.20 કરોડ રૂપિયા રોકાવ્યા હતા. 


  • Follow us on: