અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના સાંસદ હસમુખ પટેલે વસ્ત્રાલના ધારાસભ્ય બાબુસિંહ જાદવને પત્ર લખ્યો છે, અને તે પત્રમાં જાણ કરી છે કે, ધામતવાણ ગામના સરપંચના પતિ ભ્રષ્ટ્રાચાર કરી રહ્યાં છે અને તે મામલે ધારાસભ્ય કાર્યવાહી કરે તો, સાંસદ ભૂલી ગયા લાગે છે કે ભાઈશ્રી કાર્યવાહી ધારાસભ્ય કરતા ના હોય તે કાર્યવાહી કલેકટર અને ડીડીઓ લેવલથી થતી હોય છે, ત્યારે પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિનું સર્જન થયું છે.


અમદાવાદ પૂર્વ વિસ્તારના સાંસદે ધારાસભ્ય બાબુસિંહને લખ્યો પત્ર

તો સાંસદે ધારાસભ્યને પત્ર લખ્યો છે કે ધામતવાણ ગામના સરપંચના પતિ સરપંચની બદલે વહીવટ કરી રહ્યાં છે તેવી વાત ઉચ્ચારી છે, તો સરપંચના પતિ ઈન્ડસ્ટ્રિયલ શેડ બાંધવા માટેની રજાચિઠ્ઠી આપવા બાબતે તેમજ અન્ય રીતે આર્થિક ભ્રષ્ટાચાર આચરે છે તેવી વાત પત્રમાં લખી છે સાથે સાથે ગ્રામજનોને કાયદાનો ડર બતાવીને અથવા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને ચૂપ કરાવી દેવાય છે તો આક્ષેપ કરવામાં આવ્યો છે, ત્યારે આવી ગંભીર ફરિયાદોની સ્થાનિક જીલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના સદસ્ય તેમજ અન્ય આગેવાનો પાસેથી માહિતી મેળવીને ગ્રામજનોને યોગ્ય ન્યાય મળે તે માટે અને પંચાયતનો વહીવટ નિયમ પ્રમાણે ચાલે અને કસુરવાર સામે ન્યાયોચિત કાર્યવાહી થાય તે માટે સક્ષમ સત્તાવાળાઓ સમક્ષ આપને રજૂઆત કરવા માટે ભલામણ છે આવા પત્રથી ખળભળાટ મચ્યો છે.


વટવાના ધારાસભ્યએ પણ હસમુખ પટેલને વળતો પત્રથી આપ્યો જવાબ

તો બીજી તરફ બાબુસિંહ જાદવે કહ્યું કે, સાસંદ હસમુખ પટેલનો કોઈ પત્ર તેમને મળ્યો નથી, આ તો વટવાના ધારાસભ્યને મીડિયાના અહેવાલથી જાણ થઈ છે, તો બાબુસિંહે પત્રમાં એ પણ લખ્યું છે કે, ધારાસભ્ય પાસે કોઈ એવી સત્તા નથી કે તે ગામના સરપંચ સામે કાર્યવાહી કરી શકે, તો પત્રની નકલ મને મોકલી આપો તેવી વિન્રમ વાત ધારાસભ્યે કરી છે.


સાંસદ અને સરપંચના પુત્ર વચ્ચે ધંધાને લઈ ચાલે છે વિવાદ

તો સમગ્ર ઘટનામાં વાત એવી છે કે સાંસદ અને સરપંચના પુત્ર વચ્ચે ધંધાને લઈ વિવાદ ચાલી રહ્યો છે અને તે વિવાદમાં ધારાસભ્ય બાબુસિંહ જાદવને ખોટી રીતે લેટર લખવામાં આવ્યો હોય તેવી વાત સામે આવી છે, તો બાબસિંહ જાદવનું કહેવું છે કે ગ્રામજનો દ્વારા પણ મને કોઈ ફરિયાદ કરવામાં આવી નથી, તો સાંસદે શું કામ ધારાસભ્યને કામ વગરનો પત્ર લખ્યો હશે તે ચર્ચાએ જોર પકડયું છે, જાણે સાસંદ અને સરપંચના પુત્ર વચ્ચેની લડાઈમાં અન્ય કોઈને ખોટી રીતે વચ્ચે નાખી હેરાન કરવાની વાત હોય તેવું લાગી રહ્યું છે.

જો સરપંચના પતિ ભ્રષ્ટ્રાચાર કરે છે તો સાંસદ ACBને જાણ નથી કરી શકતા ?

ધારાસભ્ય સાથે જે સત્તા નથી તે સત્તાને લઈ સાંસદે પત્ર લખ્યો છે, પરંતુ સાંસદે પણ ભૂલથી પત્ર લખ્યો હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે જો ગામના સરપંચ ભ્રષ્ટ્રાચાર કરતા હોય તો કલેકટર, જિલ્લાવિકાસ અધિકારી અને એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરોને ધારાસભ્યને પત્ર લખી જાણ કરવાથી શું થશે ? શું ધારાસભ્ય પાસે આ બાબતની સત્તા છે કે નહી તે સાંસદને ખબર નથી ? આ ધંધાકીય અને અંગત બાબતમાં પત્ર લખાયો હોય અને ગ્રામજનોની ફરિયાદ એ કોઈ રાજકીય હેતુ માટે થઈ હોય એવું લાગી રહ્યું છે.

  • Follow us on: