કચ્છના અબડાસાના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા નારાજ થયા છે, તેમનું માનવું છે કે, નાના વેપારીઓના દબાણ હટાવવામાં ના આવે તે માટે તેમણે સરકારમાં પત્ર લખીને રજૂઆત કરી છે, કચ્છમાં દબાણ હટાવો કામગીરી મુલત્વી રાખવા માગ કરવામાં આવી છે. ત્યારે સરકાર ધારાસભ્ય પ્રધુમનસિંહની વાતને સમર્થન આપે છે કે નહી તે જોવાનું રહ્યું.


અબડાસા ભાજપના ધારાસભ્ય દબાણ હટાવો ઝૂંબેશથી નારાજ

અબડાસા ભાજપના ધારાસભ્ય દબાણ હટાવો ઝૂંબેશથી નારાજ થયા છે, તેમણે સરકારમાં પત્ર લખીને માગ કરી છે કે, કચ્છમાં દબાણ હટાવો કામગીરી મુલત્વી રાખવામાં આવે અને નાના વેપારીઓને હેરાનગતિ કરવામાં આવે નહી, તો અધિકારીઓ પણ ધારાસભ્યની વાતને માનતા નથી તેવો આક્ષેપ ધારાસભ્યએ પત્રમાં કર્યો છે, નાના વેપારીઓના દબાણ જો હટાવવામાં આવશે તો તેમની રોજગારીનું શું તેને લઈ ધારાસભ્યએ ખુલીને પત્ર લખ્યો છે અને આ કામમાં તેમને સહકાર મળે તેવી માંગ પણ કરી છે.

ખનીજ ચોરી કરતા લોકોની ખનીજ ચોરી બંધ કરાવો : પ્રદ્યુમનસિંહ

વધુમાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહનું કહેવું છે કે, જે ખનીજ ચોરી થાય છે તેને પહેલા બંધ કરાવો, તેમની સામે તો પગલા લેવામાં આવતા નથી અને નાના વેપારીઓ સામે પગલા લેવામાં આવે છે આ વાત ખોટી છે, વધુમાં ધારાસભ્યએ એ પણ કહ્યું કે, બિલ્ડરો અને ભૂમાફિયાની જમીન ખુલ્લી કરાવો તો ખબર પડશે કે, કેટલા અધિકારીઓ સાચા અને કેટલા અધિકારીઓ ખોટા છે.ગુનેગારોનું દબાણ હટાવું તે યોગ્ય છે પરંતુ કોઈ વ્યક્તિ પર વર્ષો અગાઉ નાનો-મોટો કેસ થયો હોય અને હાલે કોઈ કેસ બાકી ન હોય અને કેસો પુરા થઇ ગયા હોય અને હાલે સારી રીતે સામાજિક જીવન ગુજરી રહ્યા હોય તેવા લોકોને નોટીસો આપી કે દબાણ હટાવીને માનસીક ત્રાસ આપવો યોગ્ય નથી તેવું ધારાસભ્યનું કહેવું છે.

 

  • Follow us on: