• કિશોરીના પરિવારજનો સાથે મારામારીના દ્રશ્યો કેદ
  • સગીર કાર ચાલકે કિશોરીને અડફેટે લીધી હતી
  • ઇજાગ્રસ્ત કિશોરીને સારવાર માટે ખસેડાઇ હતી

અમદાવાદમાં ફરી એક વખત નબીરાના બેફામ ગાડી ચલાવવાના કારણે અકસ્માત સર્જાયો છે, કારણે થલતેજ પાસે સાંદીપની સોસાયટી નજીક એક 17વર્ષનો સગીરે ફોર્ચ્યુનર ગાડી પૂર ઝડપે, બેફામ રીતે હંકારી નિર્દોષ લોકોનાં જીવ જોખમમાં મૂક્યો હતો જ્યાં એક સગીરાને ટક્કર મારતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને સારવાર અર્થે તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ અકસ્માત બાબતે એન ડીવીઝન પીઆઈ કે.પી. સાગઠીયાએ જણાવ્યું હતું કે, અકસ્માત બાબતે ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ જે સગીર યુવક ગાડી ચલાવતો હતો. તે ગાડી તેના ભાઈના નામે છે. તેમજ પોલીસે કાર ચાલક સગીરની અટકાયત કરી છે અને આ સમગ્ર બાબતે પોલીસ દ્વારા યુવકની પૂછપરછ કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદમાં અકસ્માતને લઇને લોકોમાં રોષ ભભુકી ઉઠ્યો

અમદાવાદમાં અકસ્માતને લઇને લોકોમાં રોષ ભભુકી ઉઠ્યો છે. કારમાં કરેલી તોડફોડના વીડિયો વાયરલ થયા છે. કિશોરીના પરિવારજનો સાથે મારામારીના દ્રશ્યો કેદ. સગીર કાર ચાલકે કિશોરીને અડફેટે લીધી હતી. ઇજાગ્રસ્ત કિશોરીને સારવાર માટે ખસેડાઇ હતી. થલતેજ સાંદિપની સોસાયટી પાસે અકસ્માત થયો હતો.

સાંદિપની સોસાયટી બહાર ફોર્ચ્યુંનરે ટક્કર મારી હતી

થલતેજમાં રહેતી 16 વર્ષની સગીરા સાંદિપની સોસાયટીમાં રહે છે. સગીરા સાંજે 4:30 વાગે પોતાના કામથી સોસાયટીમાંથી ચાલીને બહાર નીકળી હતી, ત્યારે એક 17 વર્ષનો સગીર ફોર્ચ્યુંનર ગાડી લઈને બેફામ રીતે આવી રહ્યો હતો. જેને ચાલતી જઈ રહેલી સગીરાને ટક્કર મારી હતી. સગીરાને ટક્કર વાગતા જ ગંભીર ઇજાઓ પહોંચી છે. સગીરાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

  • Follow us on: