• અમદાવાદમાં યુવતીનો આપઘાતનો પ્રયાસ
  • યુવતી ચોથા માળેથી ઝંપલાવે તે પહેલા બચાવી
  • વટવાના એક ફલેટમાંથી ઝંપલાવે તે પહેલા બચાવી

અમદાવાદ વટવા પોલીસ અને ફાયર વિભાગની ઉમદી કામગીરી સામે આવી છે,વટવાના એક ફલેટમાં યુવતી આપઘાત કરે તે પહેલા પોલીસ અને ફાયરની ટીમે તેને ઘટના સ્થળે જઈ બચાવી હતી,યુવતી કુદે તે પહેલા જ ગેલેરી આગળથી પોલીસ અને ફાયરની ટીમે તેને બચાવી હતી,જેના કારણે અસલાલી ફાયર બ્રિગ્રેડ ટીમ તેમજ વટવા પોલીસની કામગીરીથી લોકો ખુશ થયા હતા.

કઈ રીતે યુવતીનો થયો બચાવ

મળતી માહિતી મૂજબ વાત કરવામાં આવે તો 21 વર્ષીય યુવતી કોઈ કારણોસર આપઘાત કરવા જઈ રહી હતી તે સમય દરમિયાન પોલીસ અને ફાયર વિભાગને કોલ મળે છે કે યુવતી આપઘાતનો પ્રયાસ કરી રહી છે,પોલીસ અને ફાયર વિભાગની ટીમ દ્રારા ઘટના સ્થળે પહોંચીને યુવતીને બચાવી લેવામાં આવી હતી,અને તેને પ્રાથમિક સારવાર 108 એમ્બયુલન્સમાં પણ આપી હતી.પોલીસે હાલ યુવતીની પૂછપરછ કરી છે,શા માટે આપઘાત કરવા જઈ રહી હતી તેને લઈ અભિયમ ટીમ પણ કાઉન્સિલિંગ કરી રહી છે.

સુરતમાં એક અઠવાડીાયા અગાઉ પોલીસે એક મહિલાને આપઘાત કરતા બચાઈ

સુરતમાં મજૂરી કામ કરતા 50 વર્ષીય મહિલા તેના દીકરી અને જમાઇ સાથે રહે છે. દીકરી સાથે ઝગડો થતાં માતા હતાશ થયા હતા અને ઘરેની નિકળી આપઘાત કરવા માટે નિકળી ગયા હતા. જે અંગેની જાણ કતારગામ મહિલા અભિયમ ટીમને થતાં ટીમ ડીંડોલી રેલવે ટ્રેક પાસે પહોંચી હતી અને 50 વર્ષીય મહિલાને સમજાવીને ઘરે પરત લાવતા તેમના પરિવારમાં રાહત અને આનંદની લાગણી છવાઈ હતી.

આપઘાતના છે આ કારણો

ભારતમાં છેલ્લા 6વર્ષમાં 9,92,535 લોકોએ આપઘાત કર્યા. સરેરાશ દરરોજ 400 થી વધુ લોકો આપઘાત કરી રહ્યા છે તેમજ ભારતમાં આપઘાત કરનાર દર ચોથી વ્યક્તિ રોજમદાર છે. દર બે કલાકે ત્રણ બેરોજગાર અને દર 25 મિનીટે એક ગૃહિણી આપઘાત કરી રહી છે. આર્થિક સંકટ, બેરોજગારી, ગંભીર શારીરિકસમસ્યાઓ પારીવારીક મુશ્કેલી, પ્રેમ પ્રકરણ, ઘરકંકાસ આત્મહત્યા માટે જવાબદાર પરિબળ છે.

  • Follow us on: