અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે એનડીપીએસ કેસમાં 10 વર્ષની સજા ફટકારી છએ. કાશ્મીરના ઝમીલ ભટ્ટ અને શબ્બીર અહેમદને સજા ફટકારાઈ છે. કોર્ટે બંને આરોપીઓને એક લાખનો દંડ પણ ફટકાર્યો છે. ત્રીજો આરોપી હર્ષ વચગાળાના જામીન પર ફરાર થઈ ગયો છે. 2019માં કાશ્મીરના બારામુલ્લાથી આ આરોપીઓ ચરસની ડિલિવરી કરવા માટે આવ્યા હતાં.


10 વર્ષની સજા અને એક લાખનો દંડ ફટકાર્યો

પ્રાપ્ત વિગતો પ્રમાણે 2019માં કાશ્મીરના બારામુલ્લાથી ચરસની ડિલિવરી કરવા માટે અમદાવાદ આવેલા ત્રણ આરોપીઓ ઝડપાયા હતાં. જેમાંથી અમદાવાદનો એક આરોપી હર્ષને વચગાળાના જામીન મળતાં તે ફરાર થઈ ગયો હતો. જ્યારે કાશ્મીરના બે આરોપી ઝમીલ ભટ્ટ અને શબ્બીર અહેમદને કોર્ટે એનડીપીએસ કેસમાં 10 વર્ષની સજા અને એક લાખનો દંડ ફટકાર્યો છે.

2019માં ચરસની ડિલિવરી કરવા આવ્યા હતાં

2019માં કાશ્મીરના બારા મુલ્લાથી આરોપી ઝમીલ ભટ્ટ ,અને શબ્બીર અહેમદ 10.55 કિલો ચરસનો જથ્થો અમદાવાદ ડિલિવર કરવા આવ્યા હતા.ક્રાઈમ બ્રાંચે તેમને પકડીને તેમની સામે ગુનો નોંધ્યો હતો. આ ત્રણ આરોપીઓ જામીન પર ફરાર હતાં. જેમાંથી કાશ્મીરના બે આરોપીઓ પકડાયા હતાં. હજુ અમદાવાદનો હર્ષ નામનો આરોપી ફરાર છે. કોર્ટે સજા સંભળાવતા નોંધ્યું હતું કે, નશીલા પ્રદાથોને કારણે યુવાનોમાં વ્યસન વધતા તેઓ મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે.


  • Follow us on: