અમદાવાદના બાવળામાં ગઠિયાઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. કારમાંથી 2.60 લાખ રોકડ ભરેલી બેગ લઇ તસ્કરો ફરાર થઇ ગયા હતા. સમગ્ર ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


મળતી માહિતી મુજબ, અમદાવાદના બાવળામાં આવેલા પૃથ્વી કોમ્પ્લેક્સ આગળ મૂકેલી ઇકો કારમાંથી 2,60,000 જેટલી રકમની બેગ લઈ ચોર ફરાર થઇ ગયા હોવાની ઘટના સામે આવી છે. બાવળાના પૃથ્વી કોમ્પ્લેક્સ આગળ કાર પાર્ક કરીને વેપારી માણસને બેસાડી ખરીદી કરવા ગયા હતા. ખરીદી કરી પરત ફરતા કારમાં બેસાડેલ વ્યક્તિ અને નાણાં ભરેલી બેગ ન મળી આવતા દોડધામ મચી હતી. 

વેપારી દ્વારા CCTV ફૂટેજમાં નાની ઉંમરના દેખાતા 3 ચોર કારની ફરતા ચક્કર લગાવતા જોવા મળ્યા હતા.  યુવકે ઇકો કાર નીચે નાણા ફેંકી ઇકો કારમાં બેસેલ વ્યક્તિને જણાવ્યું તમારી કાર નીચે નાણા પડ્યા છે, ત્યારબાદ ઇકો કારમાં બેસેજ વ્યક્તિ નીચે પડેલા નાણા લેવા જતા 2,60,00 રૂપિયા ભરેલી બેગ લઈ તસ્કરો રફૂચક્કર થઇ ગયા હતા. સમગ્ર ઘટનાને પગલે પોલીસ ફરિયાદ નોંધાતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


  • Follow us on: