• અમદાવાદમાં યોગ દિવસના કાર્યક્રમમાં હાજર રહેશે
  • 21 જૂને યોગ દિવસના કાર્યક્રમમાં રહેશે હાજર
  • સ્માર્ટ સ્કૂલના લોકાર્પણ કાર્યક્રમમાં પણ રહેશે હાજર

લોકસભાની ચૂંટણીમાં વિજય બાદ પ્રથમ વખત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે અમદાવાદ.શુક્રવારે અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવશે.બે સ્માર્ટ શાળા સહિતના અનેક પ્રોજેકટ ખુલ્લા મુકશે શાહ.વિશ્વ યોગ દિવસની ઉજવણી મત વિસ્તારમાં કરશે અમિત શાહ.ગાંધીનગર લોકસભામાં વિકાસના કાર્ય પણ ખુલ્લા મુકશે અમિત શાહ.

યોગ કાર્યક્રમમાં આપશે હાજરી

ગુજરાતમાં આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના સરહદી ગામ અને સીમાદર્શન માટે સુપ્રસિદ્ધ નડાબેટ ખાતે યોજાવાનો છે.રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ – BSFના સહયોગથી આ રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે.અમિત શાહ યોગ કાર્યક્રમમાં પણ આપશે હાજરી.

ભુપેન્દ્ર પટેલ પણ યોગમાં જોડાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા રમત-ગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી નડાબેટમાં યોજાનારા મુખ્ય કાર્યક્રમમાં જોડાવાના છે. મંત્રીમંડળના મંત્રીઓ અને પદાધિકારીઓ રાજ્યના વિવિધ સ્થળે સહભાગી થશે. રાજ્યભરમાં ૮ મહાનગરપાલિકાઓ, ૩૨ જિલ્લાઓ તથા ૨૫૧ તાલુકા, ૨૦ નગરપાલિકા એમ કુલ ૩૧૨ મુખ્ય સ્થળોએ આ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ છે અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના નેતા અમિત શાહે ગાંધીનગર લોકસભા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવારને રેકોર્ડ 7,44,716 મતોથી હરાવ્યા હતા. શાહને 10,10,972 મત મળ્યા હતા. મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ 8.21 લાખ મતોથી જીત્યા.અમિત શાહ દેશના ગૃહમંત્રી છે. ગાંધીનગર લોકસભાથી બીજી વાર મેદાને ઉતર્યા છે. 2019માં અમિત શાહ 5 લાખથી વધુ મતની સરસાઈથી જીત્યા છે. ગૃહમંત્રી તરીકેના કાર્યકાળમાં અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. કલમ 370 દૂર કરવાનો ઐતિહાસિક નિર્ણય તેમના કાર્યકાળમાં લેવાયો છે. અગાઉ રાજ્યસભા સાંસદ તરીકે રહ્યા અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષપદે રહ્યા છે.

  • Follow us on: