• અમિત શાહે સંભાળ્યો ગૃહમંત્રાલયનો કાર્યભાર
  • જે.પી નડ્ડાએ સંભાળ્યો સ્વાસ્થ્ય મંત્રાલયનો કાર્યભાર
  • મોદી સરકારના મંત્રીઓએ આજે સંભાળ્યો કાર્યભાર 

લોકસભાની ચૂંટણીમાં NDAએ બહુમતી મેળવીને સરકાર બનાવી છે. પીએમ મોદી સતત ત્રીજી વખત પીએમ પદ સંભાળી રહ્યા છે. સોમવારે સાંજે મંત્રીઓને વિભાગની ફાળવણી કરવામાં આવી હતી. ત્યારે આજે તમામ મંત્રીઓએ પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા સ્વાસ્થ્ય મંત્રાલય મેળવનારા કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ કાર્યભાર સંભાળ્યો હતો. 

બીજી વખત બનાવ્યા ગૃહમંત્રી

અમિત શાહને બીજી વખત ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલય ઉપરાંત તેઓ સહકાર મંત્રાલય પણ સંભાળશે. અમિત શાહે બીજી વખત ગૃહ મંત્રાલયની જવાબદારી આપવા બદલ પીએમ નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.. તેમણે કહ્યું કે સુરક્ષિત અને મજબૂત ભારત પર કામ ચાલુ રહેશે. આ સાથે જ પીએમ મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ  સહકાર મંત્રાલય 'સહકાર દ્વારા સમૃદ્ધિ'ના વિઝન સાથે ખેડૂતો અને ગામડાઓને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ રહેશે."

જેપી નડ્ડાને સ્વાસ્થ્ય મંત્રાલયની જવાબદારી

હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાના વતની એવા ભાજપના પૂર્વ અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાને મોદી સરકારમાં સ્વાસ્થ્ય મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. જેપી નડ્ડા અગાઉ 2014 થી 2019 સુધી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી રહી ચૂક્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ તેમને સરકારમાં સામેલ કરવામાં આવ્યા ન હતા. તેમનો પ્રમુખ તરીકેનો કાર્યકાળ જૂન મહિનામાં જ પૂરો થઈ રહ્યો છે. તેઓ 2024માં ફરી એકવાર મોદી સરકારમાં પાછા ફર્યા છે. જેપી નડ્ડા હિમાચલના એકમાત્ર કેબિનેટ મંત્રી છે, જેમાં ચાર લોકસભા મતવિસ્તાર છે.


  • Follow us on: