- મોદી મંત્રી મંડળના મંત્રીઓ સંભાળી રહ્યા છે કાર્યભાર
- સવારથી જ એક બાદ એક મંત્રીઓ પહોંચ્યા પોતાની ઓફિસ
- ચિરાગ પાસવાન, ગિરિરાજ સિંહ સહિત મંત્રીઓએ સંભાળ્યો કાર્યભાર
સોમવારે સાજે મોદીના મંત્રી મંડળને ખાતાની ફાળવણી કરવામાં આવી હતી. ત્યારે આજે તમામ મંત્રીઓ દ્વારા કાર્યભાર સંભાળવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે મોદી સરકારના મંત્રીઓની ખાતાની ફાળવણીમાં ખાસ કરીને મોદી કેબિનેટમાં અમિત શાહને ફરીથી ગૃહ મંત્રાલય અને રાજનાથ સિંહને ફરીથી સંરક્ષણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. નીતિન ગડકરીને ફરીથી રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય આપવામાં આવ્યું છે. અજય તમટા, હર્ષ મલ્હોત્રાને રોડ ટ્રાન્સપોર્ટ રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે.
ચિરાગ પાસવાને સંભાળ્યો કાર્યભાર
એલજેપી ચીફ અને મોદી કેબિનેટના મંત્રી ચિરાગ પાસવાને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીનો ચાર્જ સંભાળ્યો.
જયંત ચૌધરીએ સંભાળ્યો કાર્યભાર
કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીએ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકેનો ચાર્જ સંભાળ્યો.
સુરેશ ગોપીએ સંભાળ્યો કાર્યભાર
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયએ રાજ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો.
ગિરિરાજસિંહે સંભાળ્યો કાર્યભાર
કેન્દ્રીયમંત્રી ગિરિરાજ સિંહે ટેક્સટાઇલ મિનિસ્ટર બનાવાવમાં આવ્યા છે. ત્યારે તેમના દ્વારા આજે કાર્યભાર સંભાળવામાં આવ્યો.
મનોહરલાલ ખટ્ટે સંભાળ્યો કાર્યભાર
મનોહર લાલ ખટ્ટરે કાર્યભાર સંભાળ્યો. તેમણે મિનિસ્ટર ઓફ પાવરના પદનો કાર્યભાર સંભાળ્યો.
ભૂપેન્દ્ર યાદવે સંભાળ્યો ચાર્જ
કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવે પર્યાવરણ મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો. તેમણે કહ્યું કે મને ફરીથી આ મંત્રાલયની જવાબદારી આપવા બદલ હું નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું. વડા પ્રધાનના નેતૃત્વમાં આ મંત્રાલય દ્વારા ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે અને અમે પર્યાવરણને સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. દેશમાં હરિયાળી અર્થવ્યવસ્થાને આગળ વધારવા માટે કામ કરવામાં આવી રહ્યું છે... આ સાથે અમે ઘણા મહત્વપૂર્ણ કાર્યોને આગળ ધપાવીશું.