શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે. અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે, ત્યારે પૂનમે રવિવારે પણ ભક્તો માના મંદિરમાં દર્શન કરીને ધન્યતા અનુભવે છે.


આજે દેવ દિવાળી નિમિત્તે અંબાજી મંદિરમાં વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી હતી. અંબાજી મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા હતા. અંબાજી મંદિરમાં ભક્તો ધજા લઈને ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. અંબાજી મંદિરને રંગબેરંગી ફુલોથી શણગારવામાં આવ્યુ હતુ.આજે અંબાજી મંદિરમાં દેવ દિવાળીના પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા.

અંબાજી મંદિરના ચાચર ચોકમાં ભારે ભીડ જોવા મળી હતી. બોલ મારી અંબે જય જય અંબેનો નાદ મોટી સંખ્યામાં સાંભળવા મળ્યો હતો. અંબાજી મંદિરમાં દૂર દૂરથી ભક્તો પૂનમ નિમિત્તે સંઘ અને ધજા લઈને અંબાજી મંદિરમાં પહોંચ્યા હતા. અંબાજી મંદિરના ચાચર ચોકમાં ભક્તો ધજા સાથે ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. અંબાજી મંદિરની હવન શાળામાં ભક્તો હવન કરતાં જોવા મળ્યા હતા. પૂનમ નિમિત્તે હવન શાળામાં મોટી સંખ્યામાં ભક્તો હવન કરાવતા હોય છે, ત્યારે આજે દેવ દિવાળી નિમિત્તે પણ ભક્તો હવનમાં બેસીને માતાજીની આરાધના કરતા જોવા મળ્યા હતા.

  • Follow us on: