દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ રાજકોટ ગ્રામ્ય સહિત સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. જો કે જસદણમાં ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. મગફળી ખરીદી માટે ખેડૂતોને ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ ન થતા ખેડૂતો વિમાસણમાં મૂકાઈ ગયા છે. ખેડૂતો હજી ખરીદી અંગેની વાટ જોઈને બેસી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઇ ગઇ છે. જસદણના જુના માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે ખેડૂતોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. જસદણ પંથકના ખેડૂતો ટેકાના ભાવની ખરીદીની રાહ જોઈ બેઠા હતા પણ હજી લગી ખરીદી શરૂ કરવામાં નથી આવી. ટેકાના ભાવની ખરીદી શરૂ ન થતા જસદણ કોંગ્રેસ પ્રમુખ ધીરુ છાયાણી જસદણ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું.













