અંબાલાલ પટેલની આગાહી આપણે ઠંડી,ગરમી અને ચોમાસાને લઈને સાંભળી છે પરંતુ જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલાને લઈ અંબાલાલ પટેલે 11 એપ્રિલે આગાહી કરી હતી અને તે આગાહી સાચી પડી છે,અંબાલાલ પટેલનું કહેવું છે કે હજી પણ દેશમાં આંતકી ગતિવિધી વધે તેવી આગાહી કરી છે.અનિષ્ટ ગ્રહોથી દેશમાં ખળભળાટ મચશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે.


આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી સાચી પડી

કાશ્મીરમાં આતંકી ગતિવિધિની અંબાલાલ પટેલે આગીહી કરી હતી,આસુરી શક્તિના કારણે કાશ્મીરમાં હુમલો થયો છે તેવું અંબાલાલ પટેલનું માનવું છે,હજુ પણ આસુરી શક્તિના ગ્રહો ચાલી રહ્યાં છે જેના કારણે દેશ અને દુનિયામાં પણ વધશે વ્યાકુળતા અને હજુ પણ આતંકી ગતિવિધિઓ વધશે,દરિયાકિનારાનો ભાગ સાચવવો પડશે અને સમુદ્રી સેનાને પણ સતર્ક કરવી જરૂરી રહેશે તેવી આગાહી કરી છે.

યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે,યુવાનોને યુદ્ધને લઈ તાલિમ આપવાની જરૂર છે,યુદ્ધને ઉકસાવવા માટેના પ્રયત્નો થશે અને ગ્રહદશાના કારણે સરહદો પર ઘટનાઓ બની શકે છે,અનિષ્ટ ગ્રહોથી બોંબ વિસ્ફોટ જેવી ઘટના થઈ શકે છે,આંતકી પ્રવૃતિઓની અસર પણ દેશમાં હજી રહી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે.રાજનેતાઓના ગ્રહોની પણ આ અસર હોઈ શકે છે તેવું અંબાલાલ પટેલનું માનવું છે.

  • Follow us on: