અમદાવાદમાં વધતા જતા શહેરીકરણ સાથે પ્રદુષણ પણ સમાંતર રીતે વધી રહ્યું છે. સરકાર દ્વારા પ્રદુષણને ઘટાડવા માટે અવારનવાર કોઈને કોઈ પગલા લેવાતા હોય છે એવામાં અમદાવાદ શહેરનું પ્રદુષણ ઘટાડવા માટે AMC નવી યોજના લાવી રહી છે જેનો રેવન્યુ કમિટીમાં નિર્ણય લેવાયો છે.
AMCની આ યોજના અંતર્ગત અમદાવાદ શહેરમાં રહેતા સ્થાનિકોમાં જેના ઘર પર ધાબે બગીચો, પર્કોલેતિંગ વેલ, અને 1 કિલો વોટનું સોલાર લાગેલું હશે તેને ટેક્ષ રીબેટ મળશે. આ ત્રણેય બાબતોનું પાલન કરનાર નાગરિકોને ટેક્ષમાં 10% રિબેટ આપવામાં આવશે. આ અગાઉ AMC દ્વારા માત્ર 2 મહિના પૂરતી યોજના શરૂ કરવામાં આવી હતી.













