દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા વિસ્તારમાં રેકોર્ડ મેગા ડિમોલેશન શરૂ થયું હતું જે આજે સાંતમો દિવસે પણ ચાલુ છે,  મેગા ડિમોલિશનના 6 દિવસમાં 1,14,132 ચો.મી. સરકારી જમીન ખુલ્લી કરાઇ છે.  


પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકા અને ઓખા ખાતે સાતમાં દિવસે મેગા ડિમોલેશન યથાવત છે. આજે બેટ દ્વારકાના નંદઘર હનુમાન દાંડી રોડ પરના અનેક દબાણો દૂર કરાયા છે. 6 દિવસના અંતે દાદાના બુલડોઝરે 114,132 ચો. મી સરકારી જમીન ખુલ્લી કરી છે. ખૂલ્લી કરવામાં આવેલ જમીનોની અંદાજિત કિંમત 60 કરોડ રૂપિયા જેટલી માની શકાય છે. અત્યાર સુધીમાં બુલડોઝર એક્શનમાં 376 ગેર કાયદેસર મકાનો 13 ધાર્મિક દબાણો તેમજ 9 વાણિજ્ય દબાણો મળી કુલ 398 દબાણો દુર કરાયા છે. હજું પણ બેટ દ્વારકા ખાતે ગેર કાયદેસર દબાણ કરનારાઓને તંત્રએ નોટિસ ફટકારી છે.

દ્વારકામાં સતત મેગા ડિમોલેશનની કામગીરી તેજ

પીરોટન ટાપુ પરથી ગેરકાયદે ધાર્મિક દબાણો દૂર કરાયા. જેટી, લેન્ડિંગ પોઇન્ટની સુરક્ષા માટે યોગ્ય પગલાં લઇશું. જરુર જણાશે ત્યાં કાર્યવાહી કરાશે. દ્વારકા - જામનગરમાં કુલ 35 ટાપુ આવેલા છે. હાલમાં દ્વારકાના 23 ટાપુઓ પરથી દબાણો દૂર કરાયા. 9 દબાણો જામનગર પોલીસે દૂર કર્યા છે. ગુજરાતના દ્વારકાનો આ વિસ્તાર બોર્ડર પાસે આવેલ હોવાથી વધુ સંવેદનશીલ છે. આ વિસ્તારથી પાકિસ્તાન નજીક હોવાથી ટાપુઓની સુરક્ષા વધુ મહત્વની બને છે.

પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકા અને ઓખા ખાતે તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ. આજે ડિમોલેશન મેરેથોન ડ્રાઈવનો પાંચમો દિવસ છે ત્યારે બાલાપર ગામ પછીના પાર વિસ્તારમાં સહિત ટાપુ પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. રહેણાંક મકાનો પર બુલડોઝર ફેરવવાને લઈને કેટલાક તત્ત્વો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો. જો કે આ મામલો દેશની સુરક્ષા સાથે સંકળાયેલ હોવાથી તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે.

ઘૂસણખોરીની આશંકા

કેમકે દ્વારકાના દરિયાઈ માર્ગથી દુશ્મન દેશના લોકોની ઘૂસણખોરી તેમજ આતંકવાદી ગતિવિધિ વધવાની સંભાવનાને નકારી શકાય નહીં. દરિયાઈ માર્ગના કારણે આ વિસ્તાર અનૈતિક પ્રવૃતિઓ માટે વધુ સંવેદનશીલ માનવામાં આવે છે. અને એટલે જ આ વિસ્તારમાં બહુ જલદી લોકો નકલી દસ્તાવેજ બનાવી રહેણાંક મકાનમાં સરળતાથી વસવાટ કરી લે છે. આથી જ તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે ડિમોલેશન કાર્યવાહીમાં કડક વલણ અપનાવવામાં આવ્યું હોવાનું રાજકોટ રેન્જ IG અશોક યાદવે નિવેદન આપ્યું.

  • Follow us on: