• આગની મોટી દુર્ઘટનાઓ બાદ ફાયર સેફ્ટીને લઈને સરકાર આક્રમક

  • શહેરના મધ્યમાં આવેલા અવધ આર્કેટ બિલ્ડિંગને સીલ કરવામાં આવ્યું
  • ફાયર સેફ્ટીની કોઈ પણ પ્રકારની સુવિધા ના હોવાના કારણે બિલ્ડિંગ સીલ

રાજ્યમાં બનેલી આગની મોટી દુર્ઘટનાઓ બાદ ફાયર સેફ્ટીને લઈને સરકાર આક્રમક બનેલી છે. તમામ જિલ્લાઓમાં મોટી મોટી બિલ્ડિંગો અને શોપિંગ મોલ સહિત તમામ જગ્યાઓ પર ફાયર સેફ્ટીને લઈને કોઈ પણ પ્રકારની બેદરકારી હોય તો કાર્યવાહી કરવામાં આવે છે.

ફાયર ટીમ, પોલીસ, PGVCL ટીમ સહિતનો કાફલો પહોંચ્યો

ત્યારે અમરેલી ફાયર વિભાગની ટીમ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમરેલી શહેરના મધ્યમાં આવેલા અવધ આર્કેટ બિલ્ડિંગને સીલ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીને લઈને કોઈ પણ પ્રકારની સુવિધા ના હોવાના કારણે ફાયર વિભાગની ટીમ દ્વારા સમગ્ર બિલ્ડિંગને સીલ મારી દેવામાં આવ્યું છે. ફાયર સેફ્ટીને લઈને આ બિલ્ડિંગમાં કોઈ વ્યવસ્થા ના હોવાની માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ, શહેર પોલીસ અને PGVCLની ટીમ સહિતનો કાફલો પહોંચ્યો અને સીલ મારીને મોટી કાર્યવાહી કરાઈ છે.

ફાયર સેફ્ટીને લઈ સરકાર આક્રમક

ઉલ્લેખનીય છે કે એક મહિના અગાઉ જ રાજકોટમાં આગની મોટી ઘટના બની હતી અને તેમાં કેટલાય બાળકો સહિત યુવાનોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે હવે ફાયર સેફ્ટીના નિયમોનું કડક રીતે સરકાર દ્વારા પાલન કરાવવામાં આવી રહ્યું છે અને તેના માટે કોઈ પણ પ્રકારની નાની બેદરકારી પણ ચલાવવામાં આવશે.

  • Follow us on: