- ધારી ગીરના જળજીવડી ગામે ઘૂસ્યો દીપડા
- 1 યુવક અને 1 મહિલા પર દીપડાએ કર્યો હુમલો
- ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
અમરેલી જિલ્લાના ધારી ગીરના જળજીવડી ગામે દીપડાએ મહિલા-યુવક પર હુમલો કર્યો છે. દિવસ દરમિયાન દીપડાએ ગામમાં આવી હુમલો કર્યો હતો. દિપડાએ યુવક પર હુમલો કર્યો હતો. જેને બચાવવા જતા મહિલા ઉપર પણ દિપડાએ હુમલો કરીને ઈજા પહોચાડી હતી. બન્ને ઈજાગ્રસ્તોને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
અમરેલીના ધારી ગીરના જળજીવડી ગામે દિવસ દરમિયાન દીપડાએ યુવક અને મહિલા પર અચાનક હુમલો કર્યો હતો. જળજીવડી ગામે દીપડાએ હુમલો કરતા મહિલા-યુવક ઇજાગ્રસ્ત થયાના સમાચાર સામે આવ્યા છે. અમરેલી જિલ્લોએ ગીર અને વનમાં વરસા સિહ, દીપડા સહિતના અનેક વન્ય પ્રાણીઓનું રહેઠાણ કહેવામાં આવે છે. તેવામાં અવાર-નવાર સિહની લટાર અને દીપડો ગામમાં ઘૂસ્યાના અનેક વીડિયો સામે આવે છે. આ સાથે વન્ય પ્રાણીઓ હવે ગામ તરફ વળ્યા હોય અને લોકો પર હુમલો કર્યા હોવાની ઘટનાઓ અવાર નવાર બનતી હોય છે.













