ગુજરાતમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી જતાં રાજ્યના DGP વિકાસ સહાયે ગૂંડાતત્વોની યાદી બનાવી તેમની સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. જેથી હવે અમરેલીમાં ગુંડાતત્વો સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. 113 જેટલા તોફાની તત્વોની યાદી બનાવી કાર્યવાહી કરવામાં આવી છે. જાફરાબાદમાં બે લુખ્ખાઓના ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.


લુખ્ખાઓએ કરેલા દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયુ

પોલીસના ચૂસ્ત બંદોબસ્ત સાથે તંત્ર દ્વારા ગેરકાયદે દબાણ તોડવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી. અમરેલી જિલ્લાના જાફરાબાદમાં પોલીસ અને તંત્રએ સાથે મળીને કામગીરી શરૂ કરી હતી. લુખ્ખાઓએ કરેલા દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયુ હતું. જાફરાબાદમાં સંજય બારૈયા, ઈરફાન ઉર્ફે વાસ્તવ થેયમ દ્વારા ગેરકાયદેસર દબાણ કર્યું હતું.

દીવાલ અને પાર્કિંગ પણ તોડી નાંખવામાં આવ્યા

આ ગેરકાયદે દબાણો પર આજે પોલીસની હાજરીમાં બુલડોઝર ફેરવી દેવાયુ હતું. દીવાલ અને પાર્કિંગ પણ તોડી નાંખવામાં આવ્યા હતાં. અમરેલીમાં પોલીસે તૈયાર કરેલી ગૂંડાતત્વોની યાદી પર કામગીરી શરૂ કરી દેવામાં આવતા ફફડાટ ફેલાયો છે. ગુંડાતત્વોએ ગેરકાયદે કરેલા દબાણો તોડવા માટેની શરૂઆત કરી દેવાઈ છે. આ કાર્યવાહીથી ગૂંડાતત્વોમાં ફફડાટ ફેલાયો છે.


  • Follow us on: