રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક ડબલ થાય તેવી વાતો કરવામાં આવે છે પણ ખેડૂતોને સિંચાઇ માટે બનાવવામાં આવેલી કેનાલો છેલ્લા 20 વર્ષથી શોભાના ગાઠીયા સમાન બની છે ને તૂટીને બેહાલ બનેલી કેનાલોને કારણે ગીર કાંઠાના ગામડાઓ સિંચાઇના પાણીથી વંચિત છે ત્યારે ક્યાં લાખો ના ખર્ચે બનેલી હયાત કેનાલો હોવા છતાં તંત્ર દ્વારા પાણી ના છોડતા કેનાલો તૂટી ગઈ છે. જોઈએ આ સ્પેશ્યલ રિપોર્ટમાં....
ખાંભા તાલુકો ખેતી અને પશુપાલન અને ખેત મજૂરી પર નિર્ભર ગામ છે ગામની નજીક આવેલા મોભનેસ ડેમ નીચે આવતા ખેડૂતો માટે સરકાર દ્વારા કેનાલો બનાવીને ખેડૂતો બારેમાસ ખેતી કરી શકે તેવા અભિગમ સાથે 20 વર્ષ પહેલાં કેનાલો બનવવામાં આવી પણ કેનાલો બનાવી ત્યારે બાદ બે વર્ષ કેનાલોમાં સિંચાઇ માટે પાણી છોડવામાં આવ્યું હતું બાદ વર્ષોથી હાલ કેનાલો જર્જરીત બની ગઈ છે ને કેનાલોની પાણી માટે વહેતી નહેરો તો સાવ બંધ થઈ ગઈ છે માત્ર કેનાલોની કુંડીઓ,કેનાલો જોડતી પાઇપ લાઇન પણ તૂટી જતા ખેડૂતોને સિંચાઈ માટે આપવાની પાણીની યોજનાઓ માત્ર હાલ કાગળ પર ઊભેલી જણાઈ રહી છે ને ગામના ખેડૂતો કેનાલમાં પાણી ન છોડવાથી જર્જરીત ને તૂટીને બેહાલ થયેલી કેનાલો ફરી કાર્યરત થઈ તે માટે સરકાર સમક્ષ ચાલુ કરવાની અપીલ કરી રહ્યા છે
મોભનેશ ડેમ નીચે 400 થી વધારે ખેડૂતો અને 700 એકર થી વધારે જમીનો આવેલી છે ત્યારે ખેડૂતોને સિંચાઇના પાણી માટે કેનાલો બની હતી જે જર્જરિત બની ગઈ છે અને બંધ હોવાથી મોભનેસ ડેમનું પાણી ધાતરવડી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને પાણી વેડફાઈ રહ્યું હોવાનું પીપળવા ગામના ખેડૂતે જણાવ્યું હતુ ત્યારે ખેડૂતો માટે આશીર્વાદ રૂપ બનેલી કેનાલો માત્ર શોભાના ગાઠીયા સમાન સાબિત થઈ રહી છે અને કેનાલ બન્યા બાદ બે વર્ષ ખેડૂતોને પિયત માટે પાણી મળ્યું હતું અને બાદ વર્ષોથી કેનાલમાં પિયતનું પાણી ન મળતા અમુક ખેડૂતોએ ખેતી છોડી સુરત, અમદાવાદ,વડોદરા ધંધા રોજગાર અર્થ હિજરત કરવા પણ મજબૂર બન્યા છે ત્યારે વહેલી તકે મોભનેસ ડેમ નીચે નાની સિંચાઈ યોજના અર્થ બનાવવામાં આવેલી કેનાલ નું રિનોવેશન કરી શરૂ કરવામાં આવે તેવી સ્થાનિક ખેડૂતોએ માંગ કરી હતી અને મોભનેસ ડેમ માંથી પાણી ખેડૂતોને મળે તે માટે બનાવી છે કેનાલો હવે ક્યારે કાર્યરત થાય તેની ખેડૂતો કાગડોળે રાહ નિહાળી રહ્યા છે
ખેડૂતોને આવક ડબલ થવાની વાતો માત્ર થઈ રહી છે પણ જે લાખોના ખર્ચે યોજનાઓ તૈયાર થઈ ગઈ છે ને પાણી ના છોડવાના કારણે હાલ મોભનેશ ડેમ નીચે જર્જરીત થયેલી કેનાલો કાર્યરત કરવા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે અને બે અઢી વર્ષ પહેલા પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા આ કેનાલો શરૂ કરવા બાબતે વિધાનસભામાં પણ સવાલો ઉઠાવ્યા હતા તેમ છતાં સરકાર દ્વારા કોઈ નકર પગલા લેવામાં આવ્યા નથી ત્યારે સરકાર જળ અને સિંચાઈ માટે બહુ ચિંતિત છે પરંતુ હાલા કેનાલ રીનોવેશનના વાટે પડી છે અને કેનાલો રીપેરીંગ કરી પાણી છોડવામાં આવે તો ૪૦૦ થી વધારે ખેડૂતોને ફાયદો થાય તેમ છે અને ખાંભા તેમજ આસપાસ નો વિસ્તાર ફરી હરિયાળી નું નિર્માણ થઈ શકે તેમ છે ત્યારે સરકારને નમ્ર વિનંતી છે કે ખાંભા નાની સિંચાઈ યોજના હેઠળની આ કેનાલો ચાલુ કરી પિયત આપવામાં આવે તેવી માંગ ખાંભા ગામના સરપંચ પ્રતિનિધિ બાબુભાઈ ખુમાણએ કરી હતી
મોભનેશ ડેમની કેનાલ અંદાજિત 20 વર્ષથી બંધ છે ખૂબ જ જૂની કેનાલ છે પહેલા ખેડૂતો માટે સિંચાઈનો ઉપયોગ કરવામાં આવતો હતો અને છેલ્લા ૨૦ વર્ષથી લગભગ બંધ છે જેમાં ૩૦૦ થી ૩૫૦ ખેડૂતોને પિયત નો લાભ મળી શકે તેમ છે અને ૭૦૦ એકર જમીનને સિંચાઈનો સીધો લાભ મળી શકે છે હાલમાં એસટીમેટની અંદર વાત કરું તો બે તબક્કાની અંદર કામગીરી લીધી છે પહેલા તબક્કામાં મોભડેમના રીનોવેશનની કામગીરી લીધેલી છે અને જેમની હાલ વર્કઓર્ડર આપી તાત્કાલિક કામ શરૂ કરવામાં આવશે અને હવે પછીના બીજા તબક્કામાં કેનાલનું આયોજન કરવામાં આવશે અને અત્યારે ડેમના રીનોવેશનની કામગીરી ચાલુ કરવાની હોવાથી અને કેનાલ હાલમાં બંધ હાલતમાં હોય જેથી કરી સરકાર શ્રી દ્વારા સૂચના આપવામાં આવે છે કે ડેમનું પાણી નદીમાં છોડી અને નદી માંથી ખેડૂતોની વસુલાત લઇ અને સિંચાઈનો લાભ આપી ડેમ ખાલી થાય એટલે રીનોવેશન ની કામગીરી હાથ ધરવામાં આવશે અને ત્યાર પછીના તબક્કામાં કેનાલ ચાલુ કરી અને કેનાલ માંથી પાણી આપવામાં આવશેનું ખાંભા નાની સિંચાઈ યોજના ના ઇજનેર અક્ષય ડોડીયાએ જણાવ્યું હતું.
તંત્ર પર ઉઠ્યા સળગતા સવાલ
- મોભનેસ ડેમની કેનાલ 20 વર્ષથી જર્જરીત હાલતમાં છતા તંત્ર કેમ ગાઢ નિંદ્રામાં?
- ખેડૂતોની વારે કેમ નથી આવતું તંત્ર?
- કોના ભ્રષ્ટાચારની આડમાં ખેડૂતોને હાલાકી?
- શું તંત્રને ખેડૂતોની વેદના દેખાતી નથી કે શું?
- ઉચ્ચ અધિકારીઓને વિકાસની વાતો...ખેડૂતોને બસ આશ્વાસન જ કેમ?
- ખેડૂતોની રજૂઆતોને કેમ તરછોડવામાં આવે છે?
- સ્થાનિક ભૌગોલિક વિસ્તારનું તો ધ્યાન રાખો સાહેબ!