• ભાવનગરના દેવલી ગામે યુવતીનું હાર્ટ એટેકથી મોત
  • 18 વર્ષીય જીજ્ઞા બારૈયાનું હાર્ટ એટેકથી મોત
  • ખેતરેથી પરત આવ્યા બાદ અચાનક યુવતી ઢળી પડી

નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકનું ચલણ વધી રહ્યું છે. જેમાં હવે ચોંકવનારા કિસ્સા સામે આવી રહ્યા છે. આ વચ્ચે માત્ર 18 વર્ષની યુવતીનું હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાની વિગતો સામે આવી રહી છે. જેમાં સૌથી નોંધનીય બાબત છેકે, ખેતરમાં ખેતીનું કામ કરતી યુવતીનું અચાનક મોત થઈ જતાં સૌ કોઈ સ્તબ્ધ છે.

આ અંગેની માહિતી અનુસાર, ભાવનગરના તળાજાના નવી દેવલી ગામે સાંજના સમયે 18 વર્ષીય જીજ્ઞાબેન બારૈયા અચાનક જ માતા પિતાની સામે ધડી પડ્યા હતા. હજી પરિવારના લોકો કંઈ સમજે તે પહેલાં જ યુવતીનું મોત થઈ ગયું હતું. 18 વર્ષીય યુવતીનું અચાનક જ આ રીતે મોત થતાં પરિવાર શોકમાં ડૂબી ગયો છે.

આ ઉપરાંત નોંધનીય બાબત એ પણ છેકે, જીજ્ઞાબેન ખેતરમાં ખેતનું કામ કરતાં હતા જેથી તેમનું સ્વાસ્થ્ય પણ એકદમ સારું હતું. તેમજ તેઓ કોઈ પણ પ્રકારનું જંકફૂડ કે કોઈ પણ પ્રકારના ફાસ્ટફૂડ ખોરાકમાં લીધા જ નથી, પરંતુ તેને અચાનક હાર્ટ એટેક આવતાં સૌ કોઈ ચોંકી ગયા છે.

છેલ્લા 2 દિવસમાં જ 21 લોકોના હાર્ટ એટેકથી મોત

છેલ્લાં 2 દિવસમાં 21 થી વધારે લોકોના હાર્ટ અટેકથી મૃત્યુ થયા છે. તેમાં વધુ ચાર લોકોના મોતનો આંકડો ઉમેરાયો છે. છેલ્લા 12 કલાકમાં હાર્ટ એટેકના કારણે સૌરાષ્ટ્રમાં એક શિક્ષક સહિત ત્રણના મોત થયા છે. તો સુરતમાં ગરબા રમતા રમતા એક યુવકનું મોત થયું છે. જેતપુરમાં માર્કેટ યાર્ડમાં મજૂરી કામ કરતા કરતા 24 વર્ષીય યુવક ઢળી પડ્યો હતો. તો રાજકોટમાં 7 વર્ષથી પથારીવશ 40 વર્ષીય શખ્સને હાર્ટએટેક આવ્યો હતો. તો એક શિક્ષકને પણ હાર્ટએટેક આવ્યો હતો 

  • Follow us on: