• તાલાલામાં 3.5ની તિવ્રતાનો ભુકંપ
  • 2.47 કલાકે નોંધાયો ભુકંપનો આંચકો
  • તાલાલાથી 13 કીમી દુર કેન્દ્રબિંદુ નોંધાયુ

 ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના ઝટકા અનુભવાયા છે, આ વખતે ગીર સોમનાથના તાલાલા અને સાસણ ગીરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. અચાનક ભર બપોરે આવેલા ભૂકંપના કારણે લોકોમાં ફફડાય ફેલાયો છે, આજે બપોરે 2 વાગ્યે 47 મિનિટે 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ ઉપરાંત તાલાલાથી 13 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર બિન્દુ નોંધાયુ હતુ. આ ઉપરાંત બપોરે 12 વાગ્યે પણ ભૂકંપના કેટલાક ઝટકા લોકોને અનુભવાયા હતા.

અવારનવાર કચ્છ અને દરિયા કિનારાના કેટલાક ભાગોમાં સતત ભૂકંપના આંચકા અનુભવાય રહ્યાં છે. માહિતી પ્રમાણે, આજે ગીર સોમનાથના તાલાલા-સાસણ ગીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરે 2 વાગ્યેને 47 મિનીટે અહીં 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, તાલાલાથી 13 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર બિન્દુ નોંધાયુ હતુ. આ સિવાય અગાઉ બપોરે 12 વાગ્યે પણ ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો. બંન્ને ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 13 કિમી દૂર નોર્થ ઈસ્ટ હોવાનું સામે આવ્યું હતું.

ભૂકંપ આવે ત્યારે બચવાના ઉપાઇ

  • ભૂકંપ આવતા જો તમે ઘરમાં છો તો જમીન પર બેસી જાવ.
  • ઘરના કોઈ ખૂણામાં જતા રહો, કાચની બારીઓ, દરવાજા અને દિવાલથી દૂર રહો.
  • પથારી પર છો તો સૂઈ રહો. ઓશિકા વડે માથુ ઢાંકી લો, આસપાસ ભારે ફર્નીચર હોય તો તેનાથી દૂર રહો.
  • લિફ્ટનો ઉપયોગ કરતા બચો, લિફ્ટ હલીને દિવાલ સાથે અથડાઈ શકે છે
  • લાઈટ જવાથી પણ લિફ્ટ રોકાય શકે છે, નબળી સીડીઓનો ઉપયોગ ન કરો..
  • આંચકા આવતા બંધ થાય ત્યારે બહાર નીકળો

  • Follow us on: