આણંદના નાપાડમાં અંધારપટ જોવા મળ્યો. તળપદ ગ્રામ પંચાયતના અણધડ વહીવટના કારણે લોકો આજે અંધારપટમાં જીવવા મજબૂર બન્યા છે. તળપદમાં વીજ બિલ ભરપાઈ નહીં કરતા વીજ જોડાણ કપાયું.વીજ કંપનીએ જાહેર માર્ગ પરની સ્ટ્રીટ લાઈટનું કનેકશન કાપ્યું. સ્ટ્રીટ લાઈટનું કનેકશન કાપતા જાહેરમાર્ગો પર અંધારપટ છવાતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મુખ્ય રસ્તાઓ પર લોકોની અવરજવર વધુ હોય છે ત્યારે લાઈટો ના હોવાના કારણે અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે. સ્ટ્રીટ લાઈટનું વીજ કનેકશન કાપવાના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો.  મુખ્ય માર્ગો પર જ લાઈટો ના હોવાથી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયુ છે.


તલાટીબેનને કરી રજૂઆત

આ વિસ્તારના એક સામાજિક કાર્યકર સચિને કહ્યું કે મને જીઈબીના વાયરમેને કહ્યું કે આજે તમારા ત્યાં લાઈટો બંધ રહેશે. કારણ કે જ્યારે જીઈબીના વાયરમેન લાઈટબીલના ચેક લેવા ગયા ત્યારે તલાટી બેને જવાબ આપતા કહ્યું કે જો વહીવટકર્તા સહી કરે તો તમને હું ચેક આપી દઇશ. ત્યારે અમે કહ્યું કે જ્યાં વહીવટકર્તા હોય ત્યાં જઈ અમે સહી કરાવી આવીશું તમે અમને ચેક આપી દો જેથી કરીને લાઈટો બંધ ના થયા. પણ તલાટી બેને અમારી રજૂઆતના સાંભળી અને શાંતિથી પોતાના ઘરે જતા રહ્યા.

વહેલી તકે લાઈટો ચાલુ કરવામાં આવે

અમારી માગ છે કે એક લાખથી વધુ રૂપિયાનું વીજ બિલ બાકી છે તે ગ્રામ પંચાયત વહેલી તકે ભરી દે અને ફરી જાહેર માર્ગો પર રોશનીનું રાજ જોવા મળે. આ સાથે સામાજિક કાર્યકરે એ પણ આક્ષેપ કર્યો કે ગામની પંચાયત પાસે સરકારી ભંડોળ હોવા છતાં બિલ ભરવામાં આવ્યું નથી. 20 વર્ષ પહેલાં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેયીએ જે ગામની મુલાકાત લીધી હતી હાલમાં તે ગામની દિશા અને દશા બદલાઈ ચૂકી છે. ગામમાં આજે અંધારપટનું રાજ જોવા મળ્યું. ઘણા સમયથી આ વિસ્તારના લોકો જુદી-જુદી સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

અણધડ વહીવટ

ગામના તલાટી અને વહીવટકર્તાના અણધડ વહીવટ અને બેદરકારીના આ સ્થિતિ સર્જાઈ છે. જ્યારથી ગામમાં આ તલાટી આવ્યા છે ત્યારથી ગામની વ્યવસ્થા ખોરંભે ચડી છે. નાપાડના તળપદ ગામમાં સ્ટ્રીટ લાઈટના કનેકશન કાપતા અંધકારના ઓછાયામાં લોકો જીવી રહ્યા છે, મુખ્ય રોડ પર અંધકાર હોવાથી દુર્ઘટના બને તો આખરે કોણ જવાબદાર તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે.

  • Follow us on: