• બ્રીજને મેન્ટેન અને ઓપરેટ કરવા માટે ઉચ્ચકક્ષાના લોકોએ કરી હતી રજૂઆત
  • ઓરેવાના વકીલ દ્વારા કોર્ટમાં કરાઈ હતી રજૂઆત
  • ઓરેવા તરફી વકીલે કોર્ટમાં કરેલી રજૂઆત સંદર્ભે માંગ્યો ખુલાસો

મોરબી કેબલબ્રીજ દુર્ઘટના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાત હાઇકોર્ટમાં મૃતકોના પરીવાર દ્વારા વધુ એક એફિડેવિટ સામે આવી છે. તેમજ બ્રીજનું સમારકામ કરવા માટે ઉચ્ચકક્ષાના લોકોએ ઓરેવા કંપનીને રજૂઆત કરી હોવાનો દાવો છે.

ઉચ્ચકક્ષાના લોકોએ ઓરેવાના લોકોને રજૂઆત કરી

બ્રીજને મેન્ટેન અને ઓપરેટ કરવા માટે ઉચ્ચકક્ષાના લોકોએ ઓરેવાના લોકોને રજૂઆત કરી હતી. જેમાં ઓરેવાના વકીલ દ્વારા કોર્ટમાં રજૂઆત કરાઈ હતી. તથા ઓરેવા તરફી વકીલે કોર્ટમાં કરેલી રજૂઆત સંદર્ભે ખુલાસો માંગ્યો છે. તેમજ એફિડેવિટમાં ઉચ્ચ કક્ષાના લોકોના નામ જાહેર કરવા રજૂઆત કરાઈ છે. કોણે આ કામ કરવા માટે ઓરેવા અથવા જયસુખ પટેલને કીધું હતું તેના નામ જાહેર કરવામાં આવે તેમ અરજદારે જણાવ્યું છે.

45 ટકા સરકાર અને 55 ટકા જવાબદાર વળતર ચૂકવવાનું રહે

ગુજરાત હાઇકોર્ટમાં મહત્વપૂર્ણ સુનવણી થશે. જેમાં મોરબી બ્રીજ હોનારત મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી થશે. તેમાં ઓરેવા કંપની તરફથી વળતર મુદ્દે સુનાવણી થશે. વળતર મુદ્દે હાઇકોર્ટ આજે મહત્વનો નિર્દેશ કરી શકે છે જેમાં ઓરેવા ગ્રુપે પીડિતોને વળતર આપવાની તૈયારી દર્શાવી હતી. તથા પીડિતોના પરિવારજનોએ વળતર મુદ્દે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેથી વળતર મુદ્દે સુપ્રીમ કોર્ટના અવલોકનને ધ્યાને લેવાશે. તેમજ 45 ટકા સરકાર અને 55 ટકા જવાબદાર વળતર ચૂકવવાનું રહે છે.


  • Follow us on: