• પીડિતોની રજૂઆતો પર HCમાં આવતીકાલે નિર્ણય લેવાશે
  • ઓરેવા ગ્રુપે 45 ટકા સુધીના વળતરની તૈયારીઓ રાખવી: HC
  • મોરબી બ્રીજ દુર્ઘટના અંગેના કેસમાં હાઈકોર્ટ આવતીકાલે ચુકાદો આપશે

મોરબી બ્રીજ હોનારત પર મુદ્દે પીડિતો હાઇકોર્ટ પહોંચ્યા છે. જેમાં ગઈકાલે પીડિતોએ હાઇકોર્ટની બહાર પોતાનો આક્રંદ વ્યકત કર્યો હતો. હાઈકોર્ટમાં સરકાર સામે પીડિતોએ નારાજગી વ્યકત કરી હતી તથા સરકારે યોગ્ય વળતર ન આપ્યું હોવાની HCમાં પીડિતોની રજૂઆત કરવામાં આવી હતી જે બાદ આજરોજ ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે મોરબી બ્રીજ દુર્ઘટનાની સૌથી મોટી જવાબદાર કંપની ઓરેવા ગ્રુપને વળતર આપવાની મૌખિક ટકોર કરી છે.

પીડિતોની રજૂઆતો પર HC આવતીકાલે પોતાનો ચુકાદો આપશે. HCએ ઓરેવા ગ્રુપને મૌખિક ટકોર કરતા જણાવ્યું હતું કે, ઓરેવા ગ્રુપે 45 ટકા સુધીના વળતરની તૈયારીઓ રાખવી જોઈએ. આ મુદ્દે આવતીકાલે હાઈકોર્ટ પોતાનો નિર્ણય જણાવશે. સરકારે આપેલા વળતર પર પીડિતોએ અસંતોષ વ્યક્ત કર્યો હતો તેમજ ગુજરાત હાઇકોર્ટમાં મૃતક પરિવાર દ્વારા એફિડેવિટ કરાયું છે. જેમાં પીડિતોએ જણાવ્યું છે કે વર્ષ 1990માં દિલ્હીમાં અગ્નિકાંડમાં કરોડોનું વળતર આપવામાં આવ્યું હતું જ્યારે હાલ સરકાર અમને માત્ર 10 લાખ આપીને ચૂપ કેમ છે.

SIT અને નગરપાલિકા કોર્ટમાં જવાબ આપશે

મોરબી બ્રીજ દૂર્ઘટનામાં પણ યોગ્ય વળતર મળે તેની પીડિતોની માંગ છે. જેમાં ભોપાલ ગેસ દૂર્ઘટનામાં પૂરે પૂરી સહાય મળી છે તેમ પીડિતોએ જણાવ્યું છે. મોરબી બ્રીજ હોનારત મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થશે. જેમાં SIT અને નગરપાલિકા કોર્ટમાં જવાબ આપશે. તથા SIT તપાસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરશે. ગત મુદ્દતે નપાની સમયની માગની અરજી HCએ ફગાવી હતી. તથા રાજ્યના બ્રિજની સ્થિતિનો રિપોર્ટ સરકાર રજૂ કરશે. તેમજ બ્રીજ મુદ્દે ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ મહત્વના બની રહેશે.

  • Follow us on: