- સરકારે યોગ્ય વળતર ન આપ્યું હોવાની HCમાં પીડિતોની રજૂઆત
- સરકારે આપેલા વળતર પર પીડિતોએ અસંતોષ વ્યક્ત કર્યો
- હાલ સરકાર અમને માત્ર 10 લાખ આપીને ચૂપ કેમ:પીડિતો
મોરબી બ્રિજ હોનારત પર મુદ્દે પીડિતો હાઇકોર્ટ પહોંચ્યા છે. જેમાં પીડિતોનો હાઇકોર્ટની બહાર આક્રંદ છે. તેમાં ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પીડિતોની માંગ છે. જેમાં સરકાર સામે પીડિતોએ નારાજગી વ્યકત કરી છે. તથા સરકારે યોગ્ય વળતર ન આપ્યું હોવાની HCમાં પીડિતોની રજૂઆત છે.
હાલ સરકાર અમને માત્ર 10 લાખ આપીને ચૂપ કેમ
સરકારે આપેલા વળતર પર પીડિતોએ અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમજ ગુજરાત હાઇકોર્ટમાં મૃતક પરિવાર દ્વારા એફિડેવિટ કરાયું છે. જેમાં પીડિતોએ જણાવ્યું છે કે વર્ષ 1990માં દિલ્હીમાં અગ્નિકાંડમાં કરોડોનું વળતર તથા હાલ સરકાર અમને માત્ર 10 લાખ આપીને ચૂપ કેમ છે. તે સમયે કરોડોનું વળતર તો હાલ માત્ર 10 લાખ જ કેમ. મોરબી બ્રિજ હોનારત પર હાઇકોર્ટ સુઓમોટો લીધી છે.
SIT અને નગરપાલિકા કોર્ટમાં જવાબ આપશે
મોરબી બ્રિજ દૂર્ઘટનામાં પણ યોગ્ય વળતર મળે તેની પીડિતોની માંગ છે. જેમાં ભોપાલ ગેસ દૂર્ઘટનામાં પૂરે પૂરી સહાય મળી છે તેમ પીડિતોએ જણાવ્યું છે. મોરબી બ્રિજ હોનારત મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થશે. જેમાં SIT અને નગરપાલિકા કોર્ટમાં જવાબ આપશે. તથા SIT તપાસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરશે. ગતમુદ્દતે નપાની સમયની માગની અરજી HCએ ફગાવી હતી. તથા રાજ્યના બ્રિજની સ્થિતિનો રિપોર્ટ સરકાર રજૂ કરશે. તેમજ બ્રિજ મુદ્દે ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ મહત્વના બની રહેશે.












