ગુજરાતમાં આગામી 22 જૂને 8326 ગ્રામ પંચાયતોમાં મતદાન યોજાશે.જ્યારે 25 જૂને પરિણામ જાહેર કરાશે.સોમવારે બીજી જૂને જાહેરનામું પ્રસિદ્ધ થશે.3638 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાશે.9 જૂન ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે.10 જૂને ઉમેદવારી પત્રની ચકાસણી હાથ ધરાશે.11 જૂન ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ છે.ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાં જ આચાર સંહિત લાગુ થશે. હવે આ ચૂંટણીને લઈને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જે ગ્રામ પંચાયત સમરસ બને તેને 10 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.
ધારાસભ્યના ફંડમાંથી 10 લાખ અપાશે













