અરવલ્લી જિલ્લાના મેઘરજમાં એક યુવકની ઝાડ પર લટકતી હાલતમાં લાશ મળતાં ચકચાર મચી જવા પામી છે. મેઘરજના રેલ્લાવાડાની સીમમાંથી લાશ મળતાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકની ઓળખ મેળવવા પ્રયાસો કર્યા હતાં. મૃતક પેટ્રોલપંપમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. હત્યા કે આત્મહત્યાની થિયરી પર પોલીસની તપાસ શરૂ થઈ છે.
ધોળા દિવસે ઝાડ પર લટકતી લાશ મળતા ચકચાર













