રાજ્યમાં આ વખતે જોઈએ તેટલી ગરમી પડી નથી અને વચ્ચે વચ્ચે માવઠાએ એન્ટ્રી કરી લેતા નાગરિકોને બફારામાં શેકાવાનો વારો આવ્યો છે, જો કે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. ભારે ઉકળાટ અને બફારા બાદ ભિલોડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જો કે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પણ બીજી તરફ આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે.


યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો

ત્યારે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. જેના લીધે અંબાજીના બજારો પાણી પાણી થયા છે. વધારે વરસાદ વરસતા લોકો ભારે હેરાન થયા હતા. તો ક્યાંક ગરમીના લીધે પરેશાન થતા લોકોને ઠંડકનો અહેસાસ થયો હતો. હવામાન વિભાગની આગાહીના પગલે દિવસના ભારે ઉકળાટ પછી અંબાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અંબાજી અને અંબાજીના આજુબાજુના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી ગયો છે. વરસાદ પડતા અંબાજીના બજારોમાં પાણી વહેતા થયા હતા.ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. તો ક્યાંક વરસાદ વરસી જતા ઉંડાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.રોડ રસ્તા પણ પાણી ફરી વળતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

કમોસમી વરસાદથી ખેડૂતોને પાક નુકસાની

રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે. વરસાદ પડતા બાજરી, કપાસ જેવા પાકોને નુકસાન થવાની સંભાવનાઓ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદને લીધે બાગાયતી પાકોને પણ નુકસાન થવાની સંભાવના રહેલી છે. વરસાદને લીધે ખેડૂતો ખૂબ જ ચિંતામાં જોવા મળ્યા છે તો ગુજરાતમાં ભારે ધોધમાર વરસતા ગુજરાતના સૌરાષ્ટ્ર,મધ્ય ગુજરાતમાં પાકને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે. જેને લઈને ખેડૂતોએ સરકાર પાસે સહાયની માગણી પણ કરી છે.


  • Follow us on: