અરવલ્લીમાં UGVCLના ઇજનેર સહિત 7 કર્મી પર હુમલો થયાની ઘટના સામે આવી છે. મોડાસાના ચાંદટેકરી વિસ્તારમાં પેટા વિભાગીય કચેરીના જુ.ઇજનેર સહિત 7 કર્મી પર હુમલો થયો છે. આરોપી મુલતાની બુલાખીએ હુમલો કર્યો અને વીજ કંપનીના વાહનોમાં તોડફોડ કર્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
અરવલ્લીમાં UGVCLના ઇજનેર સહિત 7 કર્મી પર હુમલો
મળતી માહિતી મુજબ, અરવલ્લીના UGVCLના ઇજનેર સહિત 7 કર્મી પર હુમલો થયાના સમાચાર મળી રહ્યા છે. મોડાસા ના ચાંદટેકરી વિસ્તારમાં યુ.જી.વી.સી.એલ પેટા વિભાગીય કચેરીના જુનિયર ઇજનેર સહિત 7 કર્મીઓ ઉપર હુમલો થયો છે. આરોપી મુલતાની આજાદ બુલાખીને વીજ કંપનીના વાહનમાં તોડફોડ અને વીજ કર્મીઓ ઉપર હુમલો કર્યો હોવાનો આરોપ લગાવામાં આવી રહ્યો છે. ફરજમાં રુકાવટ અને જાનથી મારી નાખવાની ધમકીની ડેપ્યુટી એન્જીનિયરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મોડાસા ટાઉન પોલીસે ફરિયાદ આધારે તપાસ હાથ ધરી છે.
અમરેલીના ખાંભામાં PGVCLના કર્મચારી પર હુમલો
અમરેલીના ખાંભામાં પણ PGVCLના કર્મચારી પર હુમલો થયાની ઘટના સામે આવી છે. ધુંધવાણા ગામે બાકી બિલની વસુલાત કરતા PGVCLના કર્મચારી પર આરોપી ધીરુભાઇ ચુડાસમાએ PGVCLના કર્મચારી જે.ડી.પરમાર પર તલવાર વડે હુમલો કર્યો હતો. ઘાયલ કર્મચારીને ખાંભા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા છે. સમગ્ર ઘટનાને પગલે કર્મચારીએ નોંધાવી ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.