દાહોદ જિલ્લાના સાંજેલી ગામમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. એક મહિલાને તેના જ સાસરિયાઓએ નિર્વસ્ત્ર કરીને અપમાનિત કરી, અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પીડિતાને વધુ માનસિક યાતના ભોગવવી પડી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો લઈને રાજ્ય સરકારને આ બાબતે તાત્કાલિક પગલાં લેવાનો આદેશ આપ્યો છે.


આ ઘટના મુદ્દે રાજ્યના ગૃહ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ દાહોદ DSP એકશન ટેકન રિપોર્ટ આપવા માટે આદેશ કરવામાં આવ્યો છે. સાંજેલી ગામની પીડિત મહિલાને તેના જ સાસરિયાઓએ જાહેરમાં નિર્વસ્ત્ર કરીને અપમાનિત કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પીડિતાની ગરિમાને ભારે નુકસાન પહોંચ્યું હતું, અને સમાજમાં મહિલાઓની સુરક્ષાને લઈને ચિંતા વધી હતી. આ ઘટનાએ સાબિત કર્યું કે, મહિલાઓ વિરુદ્ધ ઘરેલુ હિંસા અને સામાજિક અપમાનની સમસ્યાઓ હજુ પણ સમાજમાં મોજૂદ છે. આ ઘટનાએ મહિલાઓની સુરક્ષા અને ગરિમાને જાળવવા માટે કડક કાયદાકીય પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

ગુજરાત હાઈકોર્ટે આ ઘટનાને ગંભીરતાથી લઈને સુઓમોટો અરજી દાખલ કરી

ગુજરાત હાઈકોર્ટે આ ઘટનાને ગંભીરતાથી લઈને સુઓમોટો અરજી દાખલ કરી હતી. કોર્ટે રાજ્ય સરકાર પાસે એક્શન ટેકન રિપોર્ટ માંગ્યો હતો, જેમાં પીડિત મહિલાના માનસિક સ્વાસ્થ્ય, મેડિકલ સારવાર અને સુરક્ષા માટે લેવાયેલા પગલાંની વિગતો માંગવામાં આવી હતી. હાઈકોર્ટે ખાસ ભાર મૂક્યો હતો કે, પીડિત મહિલાનું સામાજિક પુનર્વસન અત્યંત જરૂરી છે, કારણ કે અપમાન કરનારા તેના જ સાસરિયા છે. કોર્ટે રાજ્ય સરકારને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટેના અસરકારક ઉપાયો રજૂ કરવા પણ જણાવ્યું હતું. SPના રિપોર્ટ મુજબ મહિલાના સાસરિયાઓએ જ તેની સાથે આ ખરાબ કૃત્ય આચર્યું હતું. પીડિત મહિલાની મુલાકાત શી ટીમે લીધી હતી. મહિલાને 11 મહિના માટે ભાડા ફ્રી દુકાન, ઉપરાંત અન્ય સહાય કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે જેન્ડર રિસોર્સ સેન્ટર અને લીગલ સર્વિસ ઓથોરિટીને લૈંગિક સમાનતા માટે જાગૃતિ ફેલાવવા જણાવ્યું છે. સમાજના દરેક નાગરિકે મહિલાઓ પ્રત્યે સન્માન અને સંવેદનશીલતા દાખવવી જોઈએ. મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા અને અપમાનની ઘટનાઓનો વિરોધ કરવો જોઈએ. સોશિયલ મીડિયા પર આવા અપમાનજનક વીડિયો શેર કરવાનું ટાળવું જોઈએ. કોર્ટ આગામી સમયમાં આ કેસમાં વધુ આદેશો જારી કરશે.

રાજ્ય સરકારે આ ઘટનાની તપાસ માટે વિશેષ ટીમની રચના કરી 

રાજ્ય સરકારે આ ઘટનાની તપાસ માટે વિશેષ ટીમની રચના કરી છે અને પીડિત મહિલાને તાત્કાલિક સહાય પૂરી પાડી છે. સરકારે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોને હટાવવા માટે પણ પગલાં લીધાં છે. મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ, અભયમ હેલ્પલાઇન અને અન્ય સહાય યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આવા વિડિયોને ફેલાતો અટકાવવા માટે IT એક્ટની જોગવાઇઓનો કડક અમલ થવો જોઇએ. સરકાર સામે સૌથી મોટો પડકાર એ છે કે, સમાજમાં મહિલાઓ પ્રત્યેની માનસિકતા બદલવી અને તેમને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવું. રાજ્ય સરકારે પીડિત મહિલાઓના પુનર્વસન માટેની યોજનાઓને વધુ અસરકારક બનાવવાની જરૂર છે.

  • Follow us on: