ગોધરા પોલીસે શંકાસ્પદ ખાદ્યતેલનો મોટો જથ્થો ઝડપ્યો છે. ખાદ્યતેલનો જથ્થો સગેવગે કરાતો હતો ત્યારે પોલીસે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન માધવ અને મેટ્રો રીફાઇન્ડ સોયાબીન બ્રાન્ડનો જ 3.12 લાખનો જથ્થો ઝડપાયો છે. પોલીસે ટેમ્પો સાથે એક વ્યક્તિની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ગોધરા બી ડિવિઝન પોલીસે શંકાસ્પદ ખાદ્ય તેલનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. શંકાસ્પદ ખાદ્યતેલનો જથ્થો ટેમ્પોમાંથી સગેવગે કરાતો હતો તે દરમિયાન પોલીસે પહોંચી ઝડપી પાડ્યો અને 125 ડબ્બા જેટલો ખાદ્ય તેલનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે.













