• અરવિંદ કેજરીવાલે કરી હતી જામીન અરજી
  • રાઉઝ એવન્યુ કોર્ટમાં ઇડીએ જામીન અરજીનો કર્યો વિરોધ
  • કેજરીવાલ માંગ્યા હતા કાયમી અને વચગાળાના જામીન

દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેની સુનાવણી દરમિયાન ઇડીના વકીલે કેજરીવાલના જામીનનો વિરોધ કર્યો હતો.મહત્વનુ છે કે કેજરીવાલે કાયમી જામીન અને વચગાળાના જામીન એમ બે જામીનની માંગ કરી હતી. 

હવે 1જૂને સુનાવણી

મહત્વનું છે કે કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી શરૂ થઇ ત્યારે ઇડી તરફથી હાજર રહેલા એસ વી રાજુ વકીલે કહ્યું કે કેજરીવાલ દરેક જગ્યાએ ચૂંટણી પ્રચાર અને કાર રેલી કરી રહ્યા છે. અમે તેમની રેગ્યુલર અને વચગાળાના જામીન પર જવાબ દાખલ કરીશું, જે બાદ કોર્ટે કેજરીવાલની અરજી પર ઇડીને નોટિસ પાઠવી. અરવિંદ કેજરીવાલની બંને અરજી પર 1 જૂને સુનાવણી થશે.

સુપ્રિમ કોર્ટે આપ્યો ઝટકો

દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ હાલમાં વચગાળાના જામીન પર બહાર છે. તેઓના 1 જૂને જામીન પૂર્ણ થઇ રહ્યા છે. 2 જૂને તેમણે સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે. પરંતુ કેજરીવાલે એક અઠવાડિયાનું એક્સટેન્શન માગ્યુ હતું. જેને લઇને અરજી કરતા કોર્ટે તાત્કાલિક સુનાવણીનો ઇન્કાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું કેજરીવાલની અરજી યોગ્ય નથી.

2 જૂને સરેન્ડર થવુ પડશે

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત મળે તેમ લાગતું નથી. હવે તેણે 2 જૂને કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવું પડશે. તમને જણાવી દઈએ કે સીએમ કેજરીવાલે તેમના વચગાળાના જામીન 7 દિવસ માટે વધારવાની અપીલ કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ તેમની અરજી સ્વીકારી ન હતી.

ધરપકડ 21 માર્ચે થઈ હતી

મહત્વનું છે કે ઇડીએ એક્સાઇઝ પોલિસી 'કૌભાંડ' સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં બે કલાકની પૂછપરછ પછી 21 માર્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. ત્યારથી તે કસ્ટડીમાં હતા. 10મી મેના રોજ સુપ્રીમ કોર્ટે સીએમ કેજરીવાલને લોકસભા ચૂંટણી પ્રચાર માટે 21 દિવસના વચગાળાના જામીન આપ્યા હતા, જે 1 જૂનના રોજ સમાપ્ત થઈ રહ્યા છે. જે પછી કેજરીવાલને સરેન્ડર કરવાનું કહેવામાં આવ્યું છે. 

  • Follow us on: