સુરત શહેરમાં ફરીવાર લુખ્ખા તત્વોનો આંતક સામે આવ્યો છે.બાળકોના સામાન્ય ઝઘડામાં ઈન્દરપુરમાં દીવાન ગેંગના આસિફ તલવાર અને તેના સાગરિતે આંતક મચાવ્યો હતો. આસિફ તલવાર અને સાગરિતે લોકો પર ચપ્પુ અને તલવાર વડે હુમલો કર્યો હતો. જે સમગ્ર ઘટના ત્યાં લાગેલાં CCTVમાં કેદ થઈ ગઈ હતી. સમગ્ર મામલાની જાણ થતા સલાબતપુરા પોલીસે ગુનો નોંધીને વધુની તપાસ હાથ ધરી છે.


સુરતમાં ગુંડાઓનો ત્રાસ

સુરત શહેરમાં અવારનવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવતો રહે છે. અગાઉ પણ સુરતમાં રામપુરા વિસ્તારમાં આવો જ આતંક જોવા મળ્યો હતો. જૂના ઝઘડાને લઈને 2 યુવકો પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. તો વેડ રોડ પર અસામાજિક તત્વોએ આતંક ફેલાવ્યો હતો. ઓર્ચિડ ટાવરમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હોવાનું સામે આવ્યું હતું. આવી અવારનવાર ઘટનાઓ સામે આવતી રહે છે. તો તેની સામે પોલીસ પણ કાર્યવાહી કરે છે.

પોલીસ દ્વારા કાર્યવાહી

ગુનેગારોને જાણે પોલીસનો ડર જ ન રહ્યો હોય તેવા કિસ્સાઓ સામે આવતા હોય છે. લોકોને ડરાવવા તેમને હેરાન કરવા જેવા અનેક ગુનાઓ ગુનેગારો કરતા હોય છે. ખુલ્લેઆમ છરી વડે હુમલો કરવો જેવા ગુનાઓ ગુનેગારો કરતા હોય છે. કાયદાથી ઉપર હોય તેવા ગુનેગારોને પોલીસ દ્વારા કાયદાના સકંજામાં લઈને યોગ્ય પાઠ ભણાવવામાં આવતો હોય છે.

  • Follow us on: