અમદાવાદના ધોળકામાં જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં છરો અને તમંચા સાથે શખ્સોએ લૂંટનો પ્રયાસ કર્યો છે, 3 શખ્સો જ્વેલર્સમાં ઘુસી લૂંટનો પ્રયાસ કર્યો છે જેમા એક લૂંટારૂ ઝડપાઈ ગયો છે અને બે લૂંટારૂ ફરાર થઈ ગયા છે, તો સમગ્ર ઘટનામાં પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથધરી છે.
છરો બતાવી દુકાન માલિક પર કર્યો હુમલાનો પ્રયાસ
હુમલા બાદ ભાગવા જતા એક લૂંટારુ ઝડપાયો છે તેને લોકોએ મેથીપાક પણ ચખાડયો છે, ઝડપાયેલા લૂંટારૂને પોલીસને સોંપવામાં આવ્યો છે અને જવેલર્સની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ કરી છે, ધોળકામાં ટાવર બજારમાં આવેલ વિશાલ જ્વેલર્સમાં આ ઘટના બની છે, જવેલર્સના માલિકને છરો મારે તે પહેલા જ તેની ધરપકડ કરી લેવામાં આવી છે, જવેલર્સના માલિકે હિંમત બતાવી અને સામનો કર્યો હતો તો સમગ્ર ઘટનામા લોકોના ટોળેટોળા ઉમટયા હતા.
એક શખ્સ ઝડપાઈ ગયો
સમગ્ર ઘટનામાં એક શખ્સને લોકોએ ઝડપી પોલીસને સોંપ્યો છે, ભર બજારમાં લૂંટનો પ્રયાસ કરવામાં આવતા લોકોમાં પણ બીકનો માહોલ જોવા મળ્યો છે, માથે કપડુ ઓઢીને 3 લૂંટારૂઓ આવ્યા હતા, પહેલા રેકી કરી અને કોઈ બજારમાં દેખાયું નહી એટલે ત્રણેય લોકો દુકાનમાં ઘુસ્યા હતા અને લૂંટનો પ્રયાસ કર્યો હતો, તો પોલીસે પણ એક શખ્સને પોલીસ સ્ટેશન લઈ જઈ પૂછપરછ કરી છે, ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ પોલીસના ઘટના સ્થળે પહોંચ્યા હતા.