બનાસકાંઠાના ભાભરમાં જાહેરમાં જીવલેણ મારામારીની ઘટના બની હતી. ત્યાર બાદ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર અને ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે આરોપીઓને પકડીને કડકમા કડક સજા કરવા માગ કરી હતી. આ ઘટનાને લઈ જિલ્લા પોલીસ વડાએ કહ્યું હતું કે, સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગાડી સાઈડ કરવા મુદ્દે મારામારી થઈ હતી. જાહેરમાં ધોકા અને લાકડીઓ લઈને હૂમલો કરાયો હતો. મારામારીની ઘટનામાં બે જૂથના પાંચ લોકો ઘાયલ થયા હતાં. 30 લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે.


ગાડીની સાઈડ આપવા બાબતે મારામારી થઈ હતી

જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, આ કોઈ જાતિ વચ્ચેનો ઝઘડો નથી. ગાડીની સાઈડ આપવા બાબતે મારામારી થઈ હતી. જેમાં પાંચ લોકોને ઈજા પહોંચી હતી. દરબાર અને ઠાકોર સમાજના બે જૂથો વચ્ચે ભાભર હાઇવે ઉપર જીવલેણ ઝગડો થયો હતો.આ હુમલામાં ઠાકોર સમાજના ખાડીશણ ગામના પાંચ વ્યક્તિઓ ઘાયલ થયા હતા. પોલીસે 9 લોકો સામે નામજોગ તેમજ 30 લોકોના ટોળા સામે 307 અને રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો. પોલીસે આ ઘટનામાં સાત આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સાત આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી

ભાભરમાં થયેલી મારામારીની ઘટના બાદ કોંગ્રેસના સાંસદ અને ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે એક રેલી યોજી હતી. જેમાં ઠાકોર સમાજના આગેવાનો અને યુવકો જોડાયા હતાં. તેમણે આ ઘટનામાં આરોપીઓને પકડીને કડક સજા કરવાની માગ કરી હતી. તેમણે રેલી કાઢી તે દરમિયાન પણ તોડફોડની ઘટના બની હતી. પોલીસે આ ઘટનામાં સાત આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: