બનાસકાંઠાના અમીરગઢ નજીક અમદાવાદથી રાજસ્થાન જતી બસ અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. ગોઝારા અકસ્માતમાં બેના મોત, 15 ઇજાગ્રસ્ત થયા છે.
અમીરગઢ નજીક રાજસ્થાન ની સરકારી બસ અને બોલેરો ગાડી વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 2થી વધુ ના મોતની આંશકા સેવાઇ રહી છે. મળતી માહિતી મુજબ, અમદાવાદ થી રાજસ્થાન તરફ જતી બસને અકસ્માત નડ્યો છે. આ ઘટનામાં 15થી વધુ લોકોને ઇજાઓ પહોંચી હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે 108 તેમજ અન્ય વાહન દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બોલેરો ગાડીનો ચાલક ગાડીમાંજ ફસાઈ જતા ક્રેનની મદદથી બહાર નીકળવાની કામગીરી હાલ ચાલુ છે.













