દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વધુ એક વખત ગુજરાતની મુલાકાતે આવશે. ગૃહમંત્રી અમિત શાહ આગામી 1-2 માર્ચે ગુજરાતના પ્રવાસે આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી તેમના આ ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અમિત શાહ થોડા દિવસ પહેલા જ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ કર્યુ હતું.


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત

  • 1 અને 2 માર્ચે ગુજરાત પ્રવાસે અમિત શાહ
  • 1 માર્ચે સાંજે અમદાવાદ પહોંચશે અમિત શાહ
  • 2 માર્ચે મહેસાણાના વિજાપુર પહોંચશે અમિત શાહ
  • નવનિર્મિત ગોવર્ધન મંદિરે દર્શન કરશે અમિત શાહ
  • ગૃહમંત્રી બપોરે GC હાઈ સ્કૂલની પણ મુલાકાત લેશે 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 1 અને 2 માર્ચે ગુજરાત પ્રવાસે આવવાના છે. 1 માર્ચે સાંજે અમિત શાહ અમદાવાદ પહોંચશે,  2 માર્ચે મહેસાણાના વિજાપુર પહોંચશે. અમિત શાહ નવનિર્મિત ગોવર્ધન મંદિરના દર્શન કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બપોરે GC હાઈ સ્કૂલની પણ મુલાકાત લેશે. તમામ વિકાસલક્ષી કાર્યોને વેગ આપીને અમિત શાહ જાહેર કાર્યક્રમ પૂર્ણ કરી  બાદ દિલ્હી રવાના થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાત આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 1-2 માર્ચે ગુજરાતના પ્રવાસે આવાના છે, ત્યારે જામનગર જિલ્લાની મુલાકાત લેવાના હોવાનું સામે આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 માર્ચની રાત્રીએ જામનગરના સર્કિટ હાઉસમાં રોકાણ કરે તેવી શક્યતા છે. વડાપ્રધાનના આગમનને લઈને તંત્ર તૈયારીમાં લાગી ગયું છે. જ્યારે 750થી વધુ પોલીસ અને હોમગાર્ડના જવાનો તહેનાત કરવાની કામગીરી શરૂ છે. વડાપ્રધાન જામનગર ખાતે વનતારામાં મુલાકાતમાં લઈ શકે છે. 

  • 1 માર્ચે જામનગર રિલાયન્સના વનતારાની મુલાકાત લેશે
  • 2 માર્ચના રોજ સાસણગીર જાય તેવી શક્યતા
  • PMના પ્રવાસને લઇ બે પોલીસ અધિકારીને જવાબદારી
  • જૂનાગઢ માટે ADG અભય ચુડાસમાને જવાબદારી
  • જામનગર માટે સુરત પોલીસ કમિ.વબાંગ જમીરને જવાબદારી

  • Follow us on: