સુરતમાં આવેલી શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગ 30 કલાકથી વધુના સમય બાદ યથાવત છે. હાલ કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. સતત બે દિવસથી લાગેલી આગના કારણે કાપડનો મોટા પ્રમાણમાં જથ્થો બળીને ખાખ થઇ ગયો છે અને કરોડોનુ નુકાસન વેપારીઓને થયું હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.


શિવ શક્તિ ટેક્સ્ટાઇલ માર્કેટ આગ હજુ પણ યથાવત છે. માર્કેટનો ચોથો અને પાંચમો માળ ખખડધજ થઈ ગયા છે. ભયંકર આગને કારણે ચોથા અને પાંચમાં માળની અનેક દુકાનોમાં સ્લેબ ધારાશાયી થયો છે. હજુ પણ પાંચ દુકાનોમાં ભયાનક આગ ચાલી રહી છે. આગ હજુ પણ કાબુમાં આવી નથી.

ફાયર અધિકારીના જણાયેલા અનુસાર ચારથી પાંચ કલાક સુધી હજી પણ કામગીરી ચાલી શકે છે. ચોથા અને પાંચમા માળે જવું અત્યંત જોખમી થઈ ગયું છે. અંદર જઈને ફાયર ફાઈટિંગની કામગીરી થઈ શકે તેમ નથી. ઓક્સિજન માસ્ક પહેરીને પણ અંદર જઈ શકાય તેમ નથી. ગમે ત્યાં ગમે તેવી રીતે સ્લેબ અને પોપડા ખરી ગયા છે. જે જાન માટે ખૂબ જ જોખમી છે. સંપૂર્ણપણે ચોથો અને પાંચમો માળ અત્યંત જોખમી બની ગયો છે.

શિવશ્કિત ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગની ઘટના

સુરતના શિવશ્કિત ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં 25 ફેબ્રુઆરી રોજ આગની ઘટના બની હતી. જે બાદ ગતરોજ સવારે 7 વાગ્યાના અરસામાં ફરી ભીષણ આગ લાગી હતી. ટેક્સટાઈલ માર્કેટમાં કાપડની દુકાનો હોવાથી ખૂબ મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો બળીને ખાક થઈ જતાં વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. માર્કેટમાં આગની ઘટનાથી કરોડો રૂપિયાનું નુકશાનનો અંદાજ લગાડવામાં આવી રહ્યો છે. આજે પણ મનપા કમિશ્નર શાલીની અગ્રવાલ ઘટના સ્થળે પહોચ્યા છે અને અધિકારીઓ પાસેથી પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.


  • Follow us on: